<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 2nd August 2024

મહારાષ્‍ટ્રના ૧૦ દીપડા વનતારાને સોંપી દેવાયા

સેન્‍ટ્રલ ઝૂ ઓથોરિટી દિલ્‍હીથી એ માટે પરવાનગી આપવામાં આવી

નવી દિલ્‍હી, તા.૨: મહારાષ્‍ટ્રના જુન્નર જિલ્લામાં પકડાયેલા ૧૦ દીપડા (ચાર માદા અને છ નર)ને હવે જામનગરના વનતારા શેલ્‍ટરમાં ટ્રાન્‍સફર કરાયા છે. ડેપ્‍યુટી કન્‍ઝર્વેટર ઑફ ફૉરેસ્‍ટ (જુન્નર) અમોલ સાતપુતેએ આ વિશે માહિતી આપતાં કહ્યું હતું કે ‘માર્ચથી મે દરમ્‍યાન આ દીપડાઓને માનવવસ્‍તીમાં આવીને હુમલો કર્યા બાદ પકડી લેવાયા હતા. જુન્નરમાં સમાવવાની પૂરતી વ્‍યવસ્‍થા ન હોવાથી રાજ્‍યના અન્‍ય સેન્‍ટરમાં એમને રાખવાની શકયતા તપાસાઈ હતી.

જોકે એમાં પણ સફળતા ન મળતાં એમને હવે જામનગરના વનતારામાં શિફ્‌ટ કરાશે. સેન્‍ટ્રલ ઝૂ ઑથોરિટી દિલ્‍હીથી એ માટે પરવાનગી આપવામાં આવી છે. અનંત અંબાણીએ શરૂ કરેલો વનતારા પ્રોજેક્‍ટ ૩૦૦૦ એકરમાં ફેલાયેલો છે અને એમાં દેશભરમાંથી ૨૦૦૦ જેટલાં પ્રાણીઓને બચાવીને લાવવામાં આવ્‍યાં છે. ઍર-કન્‍ડિશન્‍ડ ઍમ્‍બ્‍યુલન્‍સમાં આ ૧૦ દીપડાઓને જુન્નરથી વનતારા લઈ જવાયા હતા. બે ઍમ્‍બ્‍યુલન્‍સમાં ૧૦ દીપડાને લઈ જવાયા હતા, એક ઍમ્‍બ્‍યુલન્‍સ સ્‍ટૅન્‍ડ બાય રાખવામાં આવી હતી.

(9:41 AM IST)