News of Friday, 2nd August 2024
૧૯ વર્ષના છોકરાએ છોકરીનો હાથ પકડી ‘આઇ લવ યુ' કહેતા થઇ ૨ વર્ષની જેલની સજા
પ્રેમનો એકરાર કરતા જવું પડયું જેલ

મુંબઇ તા. ૨ : ક્યારેક ક્યારેક પ્રેમનો ઇકરાર કરવો વગર આમંત્રિત મહેમાનની જેમ મુસીબત લઈને આવે છે. એમાં પણ જો કોઈ નાબાલિક સાથે પ્રેમ થઈ ગયો તો તેના ગંભીર પરિણામ આવી શકે છે. આવો જ એક કિસ્સો મુંબઈથી સામે આવ્યો છે. જેમાં એક ૧૯ વર્ષના છોકરાએ પોતાના પ્રેમનો એકરાર છોકરી સામે કર્યો છે. આ મામલો કોર્ટમાં પહોંચ્યો. કેસમાં સુનાવણી કરતા સ્પેશિયલ કોર્ટે તે યુવક વિરૂદ્ધ નિર્ણય સંભળાવતા ૨ વર્ષની જેલની સજા સંભળાવી હતી.
માહિતી અનુસાર, ૧૯ વર્ષના છોકરાએ એક નાબાલિક છોકરીનો હાથ પકડીને ‘આઇ લવ યુ' કહ્યું હતું. ત્યારે હવે મુંબઈની એક વિશેષ પોકસો કોર્ટમાં નાબિલક યુવતીને આઈ લવ યુ કહેવા માટે તેને બે વર્ષની જેલની સજા કરવામાં આવી છે. પોક્સો કોર્ટના જજ અશ્વિની લોખંડેએ કહ્યું કે, આરોપી દ્વારા બોલવામાં આવેલા શબ્દોથી ચોક્કસપણે ૧૪ વર્ષની પીડિતાના સન્માન અને ગરિમાને ઠેસ પહોંચી છે.૩૦ જુલાઇના રોજ આપવામાં આવેલા તેના આદેશમાં, કોર્ટે આરોપીને આઇપીસીની સંબંધિત કલમો હેઠળ છેડતીનો દોષી ઠેરવ્યો હતો અને તેને આ સજા ફટકારી હતી. જો કે, કોર્ટે ખૂબ જ કડક પોકસો કાયદા હેઠળ લગાવવામાં આવેલા આરોપોમાંથી આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા હતા.ફરિયાદી મુજબ, સગીર બાળકીની માતાએ સપ્ટેમ્બર ૨૦૧૯માં સાકીનાકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદીએ પોલીસને જણાવ્યું હતું કે તેની પુત્રી નજીકની દુકાનમાં કેટલીક વસ્તુઓ ખરીદવા ગઈ હતી, પરંતુ રડતી રડતી ઘરે પરત ફરી હતી. ફરિયાદ અનુસાર, જયારે પૂછપરછ કરવામાં આવી ત્યારે છોકરીએ તેની માતાને કહ્યું કે, એક વ્યક્તિ બિલ્ડિંગના પહેલા માળે તેની પાછળ આવ્યો, તેનો હાથ પકડીને ‘આઈ લવ યુ' કહ્યું હતું.યુવકે તેના પર લાગેલા આરોપોમાં પોતાને નિર્દોષ જણાવ્યો હતો. સુનાવણી દરમિયાન ફરિયાદ પક્ષે પીડિતા અને તેની માતા સહિત ૪ સાક્ષીઓની પૂછપરછ કરી હતી. આરોપીએ નિર્દોષ હોવાની દલીલ કરી હતી અને પોતાનો બચાવ કરતી વખતે દાવો કર્યો હતો કે તેને પીડિતા સાથે અફેર હતું અને તેણે પોતે જ તેને ઘટનાના દિવસે મળવા બોલાવ્યો હતો. જો કે, કોર્ટે પોતાના આદેશમાં કહ્યું કે જો પીડિતાનું આરોપી સાથે અફેર હોત તો તેણે ડરના કારણે તેની માતાને આ ઘટના વિશે જણાવ્યું ન હોત.
(2:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
