<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 2nd August 2024

મંગળ-ચંદ્ર પરના મીશન માટે લડાખમાં બનશે રિસર્ચ સેન્‍ટર પહાડી રાજયનું ભુગોળ બંન્‍ને ગ્રહો સાથે મળતું આવે છે

અંતરીક્ષ ક્ષેત્રનું મહત્‍વપૂર્ણ કેન્‍દ્ર બનશે લડાખઃ શોધ અને અનુસંધાન થશે

નવી દિલ્‍હી તા. રઃ ચંદ્ર અને મંગળ એવા બે ગ્રહો છે જેના ઉપર વૈજ્ઞાનીકો સૌથી વધુ રિસર્ચ કરી રહ્યા છે. ભારતે પણ ત્‍યાં મીશન મોકલ્‍યું છે. આ બન્‍ને ગ્રહોની વધુ માહિતિ માટે વિશ્‍વમાં સ્‍પેસ સ્‍ટેશન પણ બનાવવામાં આવ્‍યું છે. ભારત પણ તે દિશામાં આગળ વધી રહ્યું છે.

ભારતીય વિજ્ઞાન સંસ્‍થાન (આઇઆઇએસસી) તથા બીરબલ સાહની પુરાવિજ્ઞાન સંસ્‍થાન (બીએસઆઇપી) ના વૈજ્ઞાનિકોએ એનાલોગ રિસર્ચ સ્‍ટેશન માટે લડાખને આઇડીયલ સાઇટ ગણી છે. આવનાર સમયમાં લડાખ સ્‍પેસના ક્ષેત્રમાં મહત્‍વપૂર્ણ કેન્‍દ્ર બનશે.

એનાલોગ રિસર્ચ સ્‍ટેશન એવી ફેસીલીટી છે, જયાં ચંદ્ર અને મંગળ ગ્રહ સાથે જોડાયેલ શોધ કરી શકાય છે. ચંદ્ર અને મંગળ ઉપર એસ્‍ટ્રોનોટ માટે કેવા ઘર બનાવવામાં આવે? આ ટેસ્‍ટીંગ લડાખમાં થઇ શકે છે. તેના માટે લડાખની પસંદગીનું મોટું કારણ તેની હાર્ડ જીયોલોજીકલ સ્‍થિતિ છે.શોધકર્તાઓ મુજબ લડાખની ભૌગોલીક ખુબીઓ મંગળ અને ચંદ્ર સાથે મળતી આવે છે. આ વિસ્‍તાર ખુબજ ઠંડો છે અને સુખા રણની જેમ છે. અહીં ખડકો છે અને કયાંય જમીનની બનાવટ ચંદ્ર અને મંગળની જેમ છે. જો કે એનાલોગ રિસર્ચ સેન્‍ટર કયાં સુધીમાં તૈયાર થશે તે નકકી નથી.

(2:34 PM IST)