<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 2nd August 2024

હરિયાણાના રોહતકમાં પત્નીએ Wi-Fi પાસવર્ડ શેર કરવાની ના પાડતા પતિએ તીક્ષ્ણ હથિયારથી હત્યા કરી નાખી : આરોપી પતિ જેલહવાલે

પશુઓનું છાણ ઉપાડી રહેલી પત્નીએ થોડીવાર પછી હોટસ્પોટ ચાલુ કરવાનું કહેતા પતિ ગુસ્સે થયો અને ન કરવાનું કરી બેઠો

રોહતક તા.૨ : હરિયાણાના રોહતકમાં પત્નીએ Wi-Fi પાસવર્ડ શેર કરવાની ના પાડતા પતિએ તીક્ષ્ણ હથિયાર વડે તેની હત્યા કરી નાખી. આ ઘટનાથી વિસ્તારમાં સનસનાટી ફેલાઈ ગઈ છે. પોલીસે આરોપી પતિની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કર્યા બાદ તેને જેલ હવાલે કર્યો હતો. આ મામલો 30મી જુલાઈનો છે.

બહુઅકબરપુર પોલીસ સ્ટેશનના SI જય ભગવાને જણાવ્યું કે રોહતકના મદીના ગામમાં પતિ દ્વારા પત્નીની હત્યાનો મામલો સામે આવ્યો છે. તપાસમાં જાણવા મળ્યું કે આરોપી પતિએ ગુસ્સામાં આ ઘટનાને અંજામ આપ્યો હતો.

અજય કુમાર નામનો વ્યક્તિ 30મી જુલાઈના રોજ ઘરે પોતાના મોબાઈલનો ઉપયોગ કરી રહ્યો હતો. તેનો મોબાઈલ ડેટા સમાપ્ત થઈ ગયા બાદ તેણે તેની પત્ની રેખાને મોબાઈલ હોટસ્પોટ ચાલુ કરવા કહ્યું. તે સમયે રેખા પ્રાણીઓનું છાણ ઉપાડી રહી હતી અને કહ્યું કે તે પછીથી હોટસ્પોટ ચાલુ કરશે. આ જોઈને અજય ગુસ્સે થઈ ગયો હતો અને તેણે રેખા પર ધારદાર હથિયાર વડે હુમલો કર્યો હતો.

આ હુમલામાં રેખાનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. ઘટના બાદ આરોપી પતિ ફરાર થઈ ગયો હતો, પરંતુ રેખાના પરિવારની સૂચના પર પોલીસે તેની ધરપકડ કરી હતી. પોલીસે આરોપી પતિની મદીના ગામમાંથી જ ધરપકડ કરી હતી.

(3:20 PM IST)