<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 2nd August 2024

સોનું 70 હજાર રૂપિયાને પાર, લખનૌમાં દિલ્હી કરતાં સસ્તું

સોના- ચાંદીના ભાવમાં થોડો વધારો થયો: સોનાનો ભાવ 70475 રૂપિયા; ચાંદીના ભાવમાં 78 રૂપિયાનો વધારો થયો

નવી દિલ્હી :2 ઓગસ્ટ, 2024ના રોજ ભારતીય બુલિયન માર્કેટમાં સોનાની કિંમતમાં વધારો થયો છે. હવે સોનાની કિંમત 70475 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગઈ છે. 1 ઓગસ્ટ 2024થી સાંજની સરખામણીમાં સોનાની કિંમતમાં 754 રૂપિયાનો વધારો થયો છે.

    ચાંદીના ભાવમાં થોડો વધારો જોવા મળ્યો છે. ચાંદીની કિંમત 83542 રૂપિયા પ્રતિ કિલો પર પહોંચી ગઈ છે. રાષ્ટ્રીય સ્તરે 1 ઓગસ્ટથી 999 શુદ્ધ ચાંદીની કિંમતમાં 78 રૂપિયાનો વધારો થયો છે. 

   ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સના જણાવ્યા અનુસાર 1 ઓગસ્ટની સાંજે 999 શુદ્ધતાના 24 કેરેટ સોનાની કિંમત 69721 રૂપિયા હતી. 2 ઓગસ્ટે 999 રૂપિયાના 24 કેરેટ સોનાની કિંમત 70475 રૂપિયા થઈ ગઈ છે. 1 ઓગસ્ટની સાંજે 999 શુદ્ધતા ચાંદીની કિંમત 83464 રૂપિયા હતી. 2 ઓગસ્ટે 999 શુદ્ધ ચાંદીની કિંમત 83542 રૂપિયા થઈ ગઈ છે.

   2 ઓગસ્ટે 995 શુદ્ધતાના સોનાની કિંમત 70193 રૂપિયા થઈ ગઈ છે. 916 શુદ્ધતાના સોનાની કિંમત વધીને 64555 રૂપિયા થઈ ગઈ છે. 750 શુદ્ધતાના સોનાનો ભાવ વધીને રૂ.52856 થયો છે. 585 શુદ્ધતાના સોનાનો ભાવ વધીને 41228 રૂપિયા થયો છે.

(7:32 PM IST)