<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 2nd August 2024

દિલ્હી પોલીસના વેરહાઉસમાં સેંકડો વાહનો બળીને ખાખ થયા

હજુ સુધી આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથીઃપ્રાથમિક તપાસમાં આગનું કારણ જાણી શકાયું નથી સોનિયા વિહાર પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો

દિલ્હી,તા.૨

રાષ્ટ્રીય રાજધાનીના વજીરાબાદમાં દિલ્હી પોલીસ ટ્રેનિંગ સેન્ટરમાં બનેલા વેરહાઉસમાં લાગેલી ભીષણ આગમાં સેંકડો વાહનો બળીને ખાખ થઈ ગયા છે. આગ બુઝાવવા માટે ૭ ફાયર ટેન્ડર ઘટના સ્થળે હાજર છે. આગનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં ધુમાડો દૂર દૂર સુધી ફેલાયો જોવા મળી રહ્યો છે. પ્રાથમિક તપાસમાં આગનું કારણ જાણી શકાયું નથી. સોનિયા વિહાર પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે અને તપાસ શરૃ કરવામાં આવી છે.

માહિતી અનુસાર PTS વજીરાબાદમાં શુક્રવારે બપોરે ૨.૫૦ વાગ્યે આગનો કોલ આવ્યો હતો. ફાયર બ્રિગેડની ૭ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી. ફાયર કર્મીઓને આગ ઓલવવામાં ભારે મુશ્કેલી પડી રહી છે. હજુ સુધી આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી. દિલ્હી ફાયર ડિપાર્ટમેન્ટે કહ્યું કે આગ હજુ પણ સંપૂર્ણપણે ઓલવાઈ નથી.

આ પહેલા ૨૯ જાન્યુઆરીએ પણ અહીં ભીષણ આગ લાગવાથી હંગામો મચી ગયો હતો. જ્યાં આગ લાગી તે વિસ્તાર લગભગ ૫૦૦ ચોરસ યાર્ડનો છે. અહીં લગભગ ૨૦૦ ફોર-વ્હીલર અને ૨૫૦ ટુ-વ્હીલર હતા. આગના કારણે સેંકડો વાહનો બળીને રાખ થઈ ગયા હતા. જોકે બાદમાં ફાયર બ્રિગેડ દ્વારા આગ પર કાબુ મેળવ્યો હતો.

(9:38 PM IST)