<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 4th August 2024

ઓલમ્પિકમાં ભારતીય પુરૂષ હોકી ટીમે ઇતિહાસ રચ્યો : બ્રિટન સામે જીત પર દિગજ્જ કોમેન્ટરની આંખમાં આંસુ છલકાયા: જુઓ વિડિઓ

ભારતીય પુરૂષ હોકી ટીમ ફરી એકવાર ઓલિમ્પિકની સેમિફાઇનલમાં પહોંચી : કોમેન્ટ્રી કરી રહેલા સુનિલ તનેજા ભાવુક થઇ ગયા

નવી દિલ્હી :ભારતીય પુરૂષ હોકી ટીમે ફરી એકવાર ઇતિહાસ રચ્યો છે. ક્વાર્ટર ફાઇનલમાં બ્રિટનને હરાવીને ટીમે સતત બીજી વખત ઓલિમ્પિકની સેમિફાઇનલમાં જગ્યા બનાવી છે.

   ભારતીય પુરૂષ હોકી ટીમે ફરી એકવાર ઇતિહાસ રચ્યો છે. ક્વાર્ટર ફાઇનલમાં બ્રિટનને હરાવીને ટીમે સતત બીજી વખત ઓલિમ્પિકની સેમિફાઇનલમાં જગ્યા બનાવી છે. આ રોમાંચક મેચમાં ભારતીય ગોલકીપર પીઆર શ્રીજેશે શાનદાર પ્રદર્શન કર્યું અને ટીમને જીત અપાવી છે. ભારત મેચ જીતતાની સાથે જ દેશમાં ખુશીની લહેર દોડી ગઈ હતી. રમતના ચાહકો નાચવા લાગ્યા અને કોમેન્ટેટર પણ ખુશીથી જુમી ઉઠ્યા હતા.

  ભારતમાં ઓલિમ્પિકના સત્તાવાર પ્રસારણકર્તા Jio સિનેમા માટે કોમેન્ટ્રી કરી રહેલા સુનિલ તનેજા ભાવુક થઈ ગયા હતા. ભારતીય હોકી ટીમ જીતતાની સાથે જ તે ભાવુક થઈ ગયો હતો

   કોમેન્ટ્રી કરતી વખતે તેની આંખોમાંથી ખુશીના આંસુ આવી ગયા. લોકોને સુનીલ તનેજાની કોમેન્ટ્રી ખૂબ પસંદ છે. ઓલિમ્પિક ગેમ્સ દરમિયાન તેમનો અવાજ હિન્દી કોમેન્ટ્રીનો જીવ છે. તે લોકોને સરળ ભાષામાં રમત સમજાવે છે. .

   ભારતીય ખેલાડી અમિત રોહિદાસને રેડ કાર્ડ બતાવવામાં આવ્યું, જે બાદ ટીમને 10 ખેલાડીઓ સાથે રમવું પડ્યું હતું. નિર્ધારિત સમયમાં મેચ 1-1 થી બરોબરી બાદ પેનલ્ટી શૂટઆઉટમાં ગઈ હતી. ગોલકીપર પીઆર શ્રીજેશે પોતાના અનુભવનો ભરપૂર ઉપયોગ કરીને બ્રિટનના બે શોટ બચાવ્યા અને ટીમને જીત તરફ દોરી ગઈ.

  36 વર્ષીય શ્રીજેશ માટે આ છેલ્લી ઓલિમ્પિક છે. પોતાના અનુભવથી તેણે પેનલ્ટી શૂટઆઉટમાં ટીમને જીત અપાવી હતી. હવે સેમીફાઈનલમાં ભારતનો સામનો જર્મની સામે થઈ શકે છે. જર્મની અને આર્જેન્ટિના વચ્ચેની ક્વાર્ટર ફાઈનલનું પરિણામ નક્કી કરશે કે ભારતનો આગામી હરીફ કોણ હશે. બ્રિટન સામેની આ જીત દેશ માટે ગર્વની ક્ષણ છે.

(10:39 PM IST)