તા. ૫ નવેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૧ કારતક સુદ ૪, મંગળવાર
News of Sunday, 4th August 2024
ભારતીય દિગ્ગજો જ્યોફ્રી વાન્ડરસની સ્પિન સામે નિષ્ફળ:બીજી વનડેમાં શ્રીલંકાનો વિજય
વેન્ડરસે સામે કોઈ બેટ્સમેન ટકી શક્યો નહોતો. જેફરી વેન્ડરસેએ અત્યાર સુધીમાં 6 વિકેટ લીધી

મુંબઈ : જ્યોફ્રી વેન્ડરસેની સ્પિન સામે ભારતીય દિગ્ગજો નિષ્ફળ ગયા છી , શ્રીલંકાએ બીજી વનડે મેચ જીતી લીધી છે 241 રનના સ્કોરનો પીછો કરતી વખતે ટીમ ઈન્ડિયાનો ટોપ ઓર્ડર ખરાબ રીતે નિષ્ફળ રહ્યો હતો. 241 રનના સ્કોરનો પીછો કરતા ટીમ ઈન્ડિયાએ પોતાની 6 વિકેટ ગુમાવી દીધી છે. ટીમ ઈન્ડિયા તરફથી રોહિત શર્માએ 64 રનની ઈનિંગ રમી હતી. તેના આઉટ થયા બાદ જેફરી વેન્ડરસે સામે કોઈ બેટ્સમેન ટકી શક્યો નહોતો. જેફરી વેન્ડરસેએ અત્યાર સુધીમાં 6 વિકેટ લીધી છે.
ટીમ ઈન્ડિયા માટે દુનિથ વેલાલાઘે મુશ્કેલી બની ગયો હતો શ્રીલંકાને પહેલી જ ઓવરમાં નિશંકાના રૂપમાં મોટો ફટકો પડ્યો હતો. આ પછી આવિષ્કા અને કુસલે ઇનિંગ સંભાળી લીધી. આ દરમિયાન બંનેએ 70થી વધુ રનની ભાગીદારી કરી હતી.
આ દરમિયાન સુંદરે પહેલા આવિષ્કા અને પછી કુસલ મેન્ડિસને પોતાનો શિકાર બનાવ્યો. એક સમયે શ્રીલંકાની ટીમ સંઘર્ષ કરી રહી હતી, તેણે 136 રનમાં 6 વિકેટ ગુમાવી દીધી હતી. ત્યારબાદ વેલ્લાલાઘે અને કામિન્દુ મેન્ડિસે ટીમની કમાન સંભાળી હતી. બંનેએ અડધી સદીની ભાગીદારી કરીને શ્રીલંકાના સ્કોરને 240 સુધી પહોંચાડ્યો હતો. કામિન્દુ મેન્ડિસે 40 અને વેલ્લાલાઘે 39 રનની મહત્વની ઇનિંગ રમી હતી.
આ મેચમાં શ્રીલંકાએ તેની પ્લેઈંગ ઈલેવનમાં બે મોટા ફેરફાર કર્યા છે. ટીમમાં કામિન્દુ મેન્ડિસ અને જેફરી વેન્ડરસેનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ મેચ પહેલા શ્રીલંકાને મોટો ઝટકો લાગ્યો હતો. ટીમ ઈન્ડિયાનો સ્ટાર લેગ સ્પિનર હસરંગા ઈજાના કારણે આ શ્રેણીમાંથી બહાર છે.
શ્રીલંકાની પ્લેઈંગ ઈલેવન: પથુમ નિસાન્કા, અવિષ્કા ફર્નાન્ડો, કુસલ મેન્ડિસ (wk), સાદિરા સમરવિક્રમા, ચારિથ અસલંકા (કેપ્ટન), કામિન્દુ મેન્ડિસ, ઝેનિથ લિયાનાગે, દુનિથ વેલાલાઘે, અકિલા ધનંજય, અસિથા ફર્નાન્ડો, જેફરી વાન્ડર્સે.
કોઈ ફેરફાર થયો નથી ભારતે તેની પ્લેઈંગ ઈલેવનમાં કોઈ ફેરફાર કર્યો નથી. ટીમ ઈન્ડિયા આ મેચ જીતીને સીરીઝમાં લીડ લેવાનો પ્રયાસ કરી રહી છે.
(10:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
