<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 4th August 2024

હાનિયાની હત્યા બાદ ઈરાનનો જબરજસ્ત પલટવાર: :ઇઝરાયેલ પર ડઝનેક મિસાઈલ એટેક પછી રેડ એલર્ટ

તેહરાનમાં હમાસ લડર ઈસ્માઇલ હાનિયાની હત્યા બાદ મિડલ ઈસ્ટમાં તણાવ વધી ગયો

ઈરાનની રાજધાની તેહરાનમાં હમાસ લડર ઈસ્માઇલ હાનિયાની હત્યા બાદ મિડલ ઈસ્ટમાં તણાવ વધી ગયો છે. રવિવારે લેબનોન તરફથી ઇઝરાયેલમાં ડઝનેક મિસાઈલ છોડવામાં આવી. આ દરમિયાન સતત સાયરનનો અવાજ પણ સંભળાતો રહ્યો. જે બાદ ઈઝરાયેલે આખા દેશમાં રેડ એલર્ટ જાહેર કરી દીધું છે. જો કે તેમનો દાવો છે કે તમામ મિસાઈલને આયરન ડોને આસમાનમાં નષ્ટ કરી દીધી છે.

લેબનોનના નાગરિક હમાદા અલ હરઝે કહ્યું, મને ઈસ્માઈલ હાનિયાની મોત અંગે જાણ થઈ તો દુઃખ થયું. તેઓ એક સમ્માનિત વ્યક્તિ હતી. તેમની હત્યા સૌથી મોટી ભૂલ હતી. તેમની ઉપસ્થિતિ ગાઝા માટે ઘણી જ જરુરી હતી. તેમણે યુદ્ધનો વિરોધ કર્યો અને ગાઝામાં યુદ્ધ વિરામ માટે કામ કર્યું. આ મધ્યસ્થોના ઈરાદા પર નિર્ભર કરે છે કે યુદ્ધ વિરામ થશે કે નહીં.

ઈરાનના ઈસ્લામિક રિવોલ્યૂશનરી ગાર્ડ કોર્પ્સએ હાનિયાની હત્યાથી જોડાયેલા મુદ્દાનો મોટો ખુલાસો કર્યો છે. જે મુજબ હમાસ ચીફને શોર્ટ રેન્જ મિસાઈલ ફાયર કરીને મોતને ઘાટ ઉતારી દેવાયો હતો. આ મિસાઈલમાં 7 કિલો વિસ્ફોટક હતો. આ પહેલા અનેક મીડિયા રિપોર્ટસમાં હાનિયાને બોમ્બ વિસ્ફોટથી મારવાનો દાવો કર્યો હતો. હાલ IRGCએ આ હુમલાની પાછળ ઇઝરાયેલનો સીધો હાથ જણાવવામાં આવ્યો છે.

આ સાથે જ અમેરિકા પર પણ સાથ આપવાનો આરોપ છે. તો સ્થિતિને જોતા અમેરિકા અને બ્રિટને પોતાના નાગરિકોને લેબનોન છોડવાની સલાહ આપી છે. આ પહેલા ભારતે પણ પોતાના નાગરિકોને લેબનોન છોડવાનું કહ્યું હતું. હાલ મીડલ ઈસ્ટની સ્થિતિ ઘણી જ નાજુક મોડ પર છે. કોઈ પણ સમયે અહીં યુદ્ધ શરુ થઈ શકે છે. ઇઝરાયેલે પણ પોતાના દેશમાં રોકેટ એટેકને લઈન રેડ એલર્ટ જાહેર કર્યું છે.

(10:44 PM IST)