<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 4th August 2024

NIRF રેન્કિંગ અનુસાર દેશની ટોચની 10 યુનિવર્સિટીઓ :જાણો રેન્ક અને સ્કોર

દેશની ટોચની યુનિવર્સિટીઓમાં અંડરગ્રેજ્યુએટ પ્રોગ્રામ્સમાં CUET UG દ્વારા પ્રવેશ : પીજી કોર્ષમાં પણ એડમિશન લઈ શકાય :NIRF 2023 રેન્કિંગ અનુસાર ટોચની 10 યુનિવર્સિટીઓની જુઓ યાદી

નવી દિલ્હી. નેશનલ ઇન્સ્ટિટ્યુશનલ રેન્કિંગ ફ્રેમવર્ક (NIRF) વાર્ષિક ધોરણે દેશની ટોચની સંસ્થાઓની યાદી બહાર પાડે છે જે શિક્ષણ તેમજ અભ્યાસ માટે વધુ સારી સુવિધાઓથી સજ્જ છે. આ રેન્કિંગ વિવિધ કેટેગરીમાં કરવામાં આવે છે. આમાંથી એક કેટેગરી અનુસાર દેશની ટોચની યુનિવર્સિટીઓની યાદી પણ બહાર પાડવામાં આવે છે. તમે અહીંથી આપણા દેશની ટોપ-10 યુનિવર્સિટીઓની યાદી જોઈ શકો છો. આ સાથે, તમે રેન્ક અનુસાર તેમનો સ્કોર પણ ચકાસી શકો છો

દેશની ટોચની 10 યુનિવર્સિટીઓનો રેન્ક અને સ્કોર રેન્ક-1: ઈન્ડિયન ઈન્સ્ટિટ્યુટ ઓફ સાયન્સ, બેંગલુરુ (સ્કોર 83.16) રેન્ક-2: જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી (JNU), નવી દિલ્હી (સ્કોર 68.92) રેન્ક-3: જામિયા મિલિયા ઈસ્લામિયા, નવી દિલ્હી (સ્કોર 67.73) રેન્ક-4: જાદવપુર યુનિવર્સિટી, કોલકાતા (સ્કોર 66.07) રેન્ક-5: બનારસ હિન્દુ યુનિવર્સિટી (BHU), વારાણસી (સ્કોર 65.85) રેન્ક-6: મણિપાલ એકેડેમી ઓફ હાયર એજ્યુકેશન, મણિપાલ (સ્કોર 64.98) રેન્ક-7: અમૃતા વિશ્વ વિદ્યાપીઠમ, કોઈમ્બતુર (સ્કોર 64.67) રેન્ક-8: વેલ્લોર ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી, વેલ્લોર (સ્કોર 64.33) રેન્ક-9: અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી, અલીગઢ (સ્કોર 63.88) રેન્ક-10: યુનિવર્સિટી ઓફ હૈદરાબાદ, હૈદરાબાદ (સ્કોર 62.09)

    આ તમામ યુનિવર્સિટીઓમાં અંડર ગ્રેજ્યુએટ (યુજી), પોસ્ટ ગ્રેજ્યુએટ (પીજી), પીજી ડિપ્લોમા, પીએચડી સહિતના વિવિધ અભ્યાસક્રમો ચલાવવામાં આવે છે. આમાંના મોટાભાગના UG અભ્યાસક્રમોમાં પ્રવેશ CUET UG દ્વારા આપવામાં આવે છે. જો તમે પણ CUET UG માં સારો રેન્ક મેળવ્યો હોય તો તમે આ યુનિવર્સિટીઓમાં એડમિશન માટે અરજી કરી શકો છો. આ યુનિવર્સિટીઓ સમગ્ર દેશમાં શ્રેષ્ઠ શિક્ષણ અને વધુ સારી સુવિધાઓ પૂરી પાડે છે

(10:57 PM IST)