<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 4th August 2024

ટીમ ઈન્ડીયાન કેપ્ટન રોહિત શર્માએ એકીસાથે બે મોટા રેકોર્ડ તોડ્યાં : દ્રવિડ-મોર્ગનને પાછળ છોડ્યાં

શ્રીલંકા સામેની પહેલી વનડેમાં 67 રન કરતાં રાહુલ શર્માએ મોટા રેકોર્ડ તોડ્યાં

મુંબઈ : ટીમ ઈન્ડીયાના કેપ્ટન રોહિત શર્માએ ફરી એક વાર મોટો રેકોર્ડ તોડ્યો છે. શ્રીલંકા સામેની પહેલી વનડેમાં 67 રન કરતાં રાહુલે એકીસાથે બે મોટા રેકોર્ડ તોડ્યાં છે. રોહિત શર્માએ પહેલો રેકોર્ડ ઈંગ્લેન્ડના સ્કીપર ઈયોન મોર્ગનનો તોડ્યો છે

  . રોહિત શર્માએ કેપ્ટન તરીકે ઈંગ્લેન્ડના સ્કીપર મોર્ગનનો સૌથી વધારે સિક્સનો રેકોર્ડ તોડીને ઓપનર તરીકે 15,000 રન પૂરો કરનાર બીજો ભારતીય ખેલાડી બન્યો છે. પહેલા નંબરે સચિન તેંડુલકર છે. કેપ્ટન તરીકે મોર્ગને 180 ઇનિંગ્સમાં 233 સિક્સર ફટકારી હતી. હિટમેને 47 બોલમાં 67 રન કર્યાં હતા.  

રોહિત શર્માએ વનડે ક્રિકેટમાં ટોપ રન સ્કોરરનો રાહુલ દ્રવિડનો પણ રેકોર્ડ તોડ઼્યો છે. અત્યાર સુધી રાહુલ દ્રવિડ ચોથા ટોપ સ્કોરર હતા જે હવે રોહિત શર્મા બન્યો છે.

 

સિરીઝની બીજી મેચમાં રોહિત શર્મા ઓલરાઉન્ડર વોશિંગ્ટન સુંદર પર ગુસ્સે થતો જોવા મળ્યો હતો. શ્રીલંકાની ઇનિંગમાં 33મી ઓવર દરમિયાન વોશિંગ્ટન સુંદર 3 વાર પોતાનુ રન અપ ભૂલ ગયા હતા. ત્યારબાદ સ્લિપમાં ઊભેલા રોહિત શર્મા રમૂજી સ્ટાઈલમાં તેને મારવા માટે પાછળ દોડ્યો હતો.

(11:10 PM IST)