News of Monday, 5th August 2024
સેલ્ફી લેવાની લ્હાયમાં ૧૦૦ ફૂટ ઉંડી ખીણમાં ખાબકી યુવતી
રેક્સ્યુ ઓપરેશન કરીને તેનો જીવ બચાવવામાં આવ્યો

સતારા,તા. ૫: મહારાષ્ટ્રના સતારામાં સેલ્ફી લેવાના ચક્કરમાં યુવતી ૧૦૦ ફૂટ ઊંડી ખીણમાં પડી ગઈ હતી, ત્યારે સ્થાનિક લોકોને તેની જાણ થતાં યુવતીનું રેક્સ્યુ ઓપરેશન કરીને તેનો જીવ બચાવવામાં આવ્યો છે. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં તેજ ગતિએ વાયરલ થઈ રહ્યો છે. જયારે રાયગઢ જિલ્લામાં ૨.૮૦ લાખ ફોલોઅર્સ ધરાવતી એક ટ્રાવેલ ઈન્ફયુએન્સરનું રીલ બનાવવાના ચક્કરમાં ૩૦૦ ફૂટ ઊંડી ખીણમાં પડવાથી મોત નીપજયું હતું
સોશિયલ મીડિયામાં ફેમસ થવા લોકો નીતનવા અખતરા અપનાવતા હોય છે, આવો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેમાં મહાષ્ટ્રના સતારામાં સેલ્ફી લેતી વખતે એક યુવતી ૧૦૦ ફૂટ ઊંડી ખીણમાં પડી ગઈ હતી. જયારે લોકોને આ વાતની જાણ થતાં યુવતીને બચાવવાની રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. વીડિયોમાં જોવા મળે છે એક યુવતીને દોરડાની મદદથી એક વ્યક્તિ દ્વારા ખીણમાંથી બહાર નીકાળવામાં આવી રહી છે. યુવતીનું રેસ્ક્યુ કર્યા પછી તેને સ્થાનિક હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. યુવતીને ખીણમાંથી રેસ્ક્યુ કરવાનો આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.
(10:03 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
