તા. ૧૩ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ ભાદરવા સુદ -૧૦, શુક્રવાર
News of Monday, 5th August 2024
૩૦ વર્ષ સુધી સહમતિથી જાતિય સંબંધો બાંધનાર મહિલાની દુષ્કર્મની અરજી હાઈકોર્ટે ફગાવી
હાઈકોર્ટે મહિલાને સવાલ કર્યો હતો કે ૩૦ વર્ષ સુધી તમે સહમતિથી જાતીય સંબંધો માણ્યાં ત્યાં સુધી તમે એક શબ્દ પણ કહ્યો નહોતો, અને હવે બળાત્કારની ફરિયાદ કેમ કરો છો?

મુંબઈ,તા. ૫: પોતાની પર ૩૦ વર્ષ સુધી બળાત્કાર થયો હોવાનો દાવો કરનાર એક મહિલાની અરજી બોમ્બે હાઈકોર્ટે ફગાવી દીધી હતી. અરજદાર મહિલાએ કરેલી અરજીમાં દાવો કર્યો હતો કે, એક પરણેલાં પુરુષે તેની સાથે ૧૯૮૭થી ૨૦૧૭ એમ ૩૦ વર્ષ સુધી મુંબઈની અલગ-અલગ હોટેલોમાં બળાત્કાર કર્યો હતો. જોકે પાછળથી આ પુરુષે તેને ઓળખવાનો પણ ઈનકાર કરી દીધો હતો.
જોકે બોમ્બે હાઈકોર્ટે આ મહિલાની અરજી એમ કહી ફગાવી દીધી હતી કે, એફઆઈઆર પરથી એ સાબિત થાય છે કે, બંને વચ્ચે પારસ્પારિક સહમતિથી જાતીય સંબંધો બંધાયા હતાં. હાઈકોર્ટે મહિલાને સવાલ કર્યો હતો કે ૩૦ વર્ષ સુધી તમે સહમતિથી જાતીય સંબંધો માણ્યાં ત્યાં સુધી તમે એક શબ્દ પણ કહ્યો નહોતો, અને હવે બળાત્કારની ફરિયાદ કેમ કરો છો. બોમ્બે હાઈકોર્ટના જજ એ.એસ. ગડકરી અને નીલા ગોખલેની બેન્ચે જણાવ્યું હતું કે, મહિલાએ જયારે આરોપી સાથે સંબંધો બાંધ્યા ત્યારે તે પુખ્ત વયની હતી. બંનેના સંબંધોમાં વિખવાદ સર્જાવાને પગલે મહિલાએ આ ફરિયાદ કરી હોવાનું અદાલતે નોંધ્યું હતું. કોર્ટે વધુમાં જણાવ્યું હતું કે, આરોપી પરણિત હોવાનું જાણવા છતાં અરજદાર મહિલાએ તેની સાથે આટલાં વર્ષો સુધી સંબંધો રાખ્યાં હતાં.
(10:04 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
