તા. ૫ નવેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૧ કારતક સુદ ૪, મંગળવાર
News of Monday, 5th August 2024
યુપીમાં PIને પત્નીએ મહિલા PI સાથે રંગરેલિયાં મનાવતો ઝડપી લેતા હંગામો
મહિલા ઇન્સ્પેકટર સસ્પેન્ડઃ બીજા ઇન્સ્પેકટર સામે રિપોર્ટ : પરિવાર સભ્યોની મારામારીનો વીડિયો બનાવનાર બે કોન્સ્ટેબલ સસ્પેન્ડઃ વધુ છ સામે આકરી કાર્યવાહી

આગ્રા,તા. ૫: આગ્રા કમિશનરેટના રકાબગંજ પોલીસ સ્ટેશનના રહેણાંક સંકુલમાં એક શરમજનક ઘટના બની હતી. પોલીસ સ્ટેશન ઈન્ચાર્જ શૈલી રાણાના સત્તાવાર નિવાસસ્થાને મુઝફફરનગરના ઈન્સ્પેક્ટર આવ્યા હતા. તે જ સમયે મુઝફફરનગરથી આવેલી ઈન્સ્પેક્ટરની પત્નીએ તેના પરિવારના સભ્યો સાથે મળીને બંનેને રંગેહાથ ઝડપી લીધા હતા અને બંનેને માર માર્યો હતો. પોલીસકર્મીઓ, બાજુમાં ઊભા રહીને વીડિયો બનાવતા રહ્યા હતા. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો છે.
આ ઘટના મામલે ઈન્સ્પેક્ટર શૈલી રાણાને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યાં છે. બીજા ઈન્સ્પેક્ટર સામે રિપોર્ટ કરાયો છે. બીજી તરફ આ ઘટના અંગે કડક વલણ અપનાવતા પોલીસ કમિશનરે વીડિયો બનાવનાર બે ચીફ કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરી દીધા છે. બે સબ ઈન્સ્પેક્ટર સહિત છ કોન્સ્ટેબલને તાત્કાલિક પોલીસસ્ટેશનથી ખસેડી દેવામાં આવ્યા છે.
શનિવારે સાંજે લગભગ ૪ વાગ્યાના સુમારે બે મહિલાઓ સહિત ૪-૫ યુવકોએ રકાબગંજ પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ ઈન્સ્પેક્ટર શૈલી રાણાના ઘરમાં ઘૂસીને મહિલા ઈન્સ્પેક્ટર અને મુઝફફરનગરમાં તૈનાત ઈન્સ્પેક્ટર પવન નાગરને ખેંચીને બહાર ખેંચી લાવ્યા હતા. વાયરલ વીડિયોમાં દેખાય છે કે ઈન્સ્પેક્ટરે બનિયાન પહેર્યો હતો. દરમિયાનમાં ઈન્સ્પેક્ટરની પત્નીએ લાંબા સમય સુધી હોબાળો મચાવ્યો હતો.
પૂછપરછ દરમિયાન એક મહિલાએ પોલીસને પોતાનું નામ ગીતા નાગર હોવાનું જણાવ્યું હતું. તેણે તેના પતિ પવન નાગરને લેડી ઈન્સ્પેક્ટરના ઘરેથી ઝડપી પાડડ્યો હતો. પવન નાગર મુઝફફરનગરમાં તહેનાત હતા. ત્યાર બાદ તેમની વિજીલન્સમાં બદલી કરવામાં આવી હતી અને તેઓ એક મહિનાથી મેડિકલ લીવ પર હતા. ટ્રાન્સફર અટકાવવા જઈ રહ્યો છું તેમ કહીને ઘરેથી નીકળ્યા હતા. છેલ્લા ઘણા દિવસોથી તેમણે ઘરે કોઈ સંપર્ક કર્યો નહોતો.
(10:04 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
