<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 5th August 2024

૨૦૨૯માં પણ મોદી જ સરકાર બનાવશે

અત્‍યારે તો ઠીક ૨૦૨૯માં પણ વિપક્ષમાં બેસવા તૈયાર રહે ઇન્‍ડિયા ગઠબંધન : ગૃહમંત્રી

ચંડીગઢ, તા.૫: ગૃહપ્રધાન શાહે રવિવારે ચંદીગઢમાં કહ્યું કે I.N.D.I.A. બ્‍લોક ગમે તે કરે, ૨૦૨૯ની લોકસભા ચૂંટણીમાં માત્ર NDA જ સરકાર બનાવશે. નરેન્‍દ્રભાઇ મોદી ચોથી વખત વડાપ્રધાન બનશે. I.N.D.I.A. બ્‍લોક ફરી એકવાર વિપક્ષમાં બેસવા માટે તૈયાર રહે.

શાહે કહ્યું કે વિપક્ષ અસ્‍થિરતા પેદા કરવા માંગે છે. તેમણે વિપક્ષમાં રહીને કેવી રીતે કામ કરવું તે શીખવું જોઈએ. વિપક્ષના લોકો વારંવાર કહે છે કે અમારી સરકાર કામ કરી રહી નથી. હું તેમને ખાતરી આપવા માંગુ છું કે એનડીએ સરકાર તેનો કાર્યકાળ પૂર્ણ કરશે અને ૨૦૨૯માં ફરી આવશે.

ચંદીગઢમાં પાણી પુરવઠા પ્રોજેક્‍ટ ન્‍યાય સેતુ અને સ્‍માર્ટ સિટી મિશનનું ઉદ્ધાટન કરતી વખતે, ગળહ પ્રધાને કહ્યું -વિપક્ષને લાગે છે કે તેઓ થોડી સફળતા સાથે ચૂંટણી જીત્‍યા. તેઓ નથી જાણતા કે આ ચૂંટણીમાં ભાજપને ત્રણ ચૂંટણીમાં કોંગ્રેસને મળી તેના કરતા વધુ બેઠકો મળી છે.

શાહે વધુમાં કહ્યું કે, વડાપ્રધાન બન્‍યા બાદથી મોદીજી સ્‍માર્ટ સિટી પર ફોકસ કરી રહ્યા છે અને ચંદીગઢ આ યાદીમાં પ્રથમ સ્‍થાને છે. અત્‍યાર સુધીમાં એક લાખ કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્‍યો છે. દેશના ૭૪ ટકા ઘરોમાં પીવાનું શુદ્ધ પાણી પહોંચાડવાનું મિશન પૂર્ણ થઈ ગયું છે. પાણીજન્‍ય રોગોમાં નોંધપાત્ર ઘટાડો થયો છે.

મોદીજીનો ત્રીજો કાર્યકાળ પૂરો થાય તે પહેલા દેશના દરેક ઘરમાં સ્‍વચ્‍છ પાણી પહોંચાડવાનું કામ પૂર્ણ થઈ જશે. ન્‍યાય સેતુ પ્રોજેક્‍ટના મહત્‍વ અંગે શાહે કહ્યું- આ વિસ્‍તારના લોકોને ૨૪/૭ ફિલ્‍ટર-સ્‍વચ્‍છ પાણી પૂરું પાડવામાં આવશે. આ પ્રોજેક્‍ટ લગભગ ૧૨૫ એકરમાં ફેલાયેલો છે.

(10:40 AM IST)