<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 5th August 2024

કલમ 370 હટાવવાની આજે 5મી વર્ષગાંઠ:સુરક્ષાને કારણે અમરનાથ યાત્રા એક દિવસ માટે રોકી દેવાઈ

અમરનાથ યાત્રાને રોકવાની સાથે વહીવટીતંત્રે શ્રીનગર સહિત જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષા વધારી દીધી

શ્રીનગર : પાંચ વર્ષ પહેલા, 5 ઓગસ્ટ, 2019 ના રોજ, કેન્દ્રની મોદી સરકારે એક મોટો નિર્ણય લીધો અને જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવી દીધી. કલમ 370 હટાવવાની 5મી વર્ષગાંઠ પર વહીવટીતંત્રે સુરક્ષાના કારણોસર અમરનાથ યાત્રાને આજે એટલે કે એક દિવસ માટે રોકી દીધી છે.

  અમરનાથ યાત્રાને રોકવાની સાથે વહીવટીતંત્રે શ્રીનગર સહિત જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષા વધારી દીધી છે. આવતા-જતા લોકો અંગે શંકા હોય તો તેમની શોધખોળ કર્યા બાદ જ જવા દેવામાં આવે છે.

 અમરનાથ યાત્રા 29 જૂન 2024ના રોજ શરૂ થઈ હતી. તે 52 દિવસ પછી 19 ઓગસ્ટે શ્રાવણ પૂર્ણિમા અને રક્ષાબંધનના તહેવાર સાથે સમાપ્ત થશે. 4 ઓગસ્ટ સુધીમાં 4.90 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ અમરનાથ યાત્રા કરી છે.

(11:18 AM IST)