News of Monday, 5th August 2024
ઈન્ડિયા પોસ્ટ 44228 ગ્રામીણ ડાક સેવક ભરતી માટે આજે અરજી કરવાની છેલ્લી તારીખ
અરજી કરવા માટેની સીધી લિંક ઉપલબ્ધ:10મું પાસ કરેલ રસ ધરાવતા ઉમેદવારોએ સમયસર અરજી કરવી.

નવી દિલ્હી :ઈન્ડિયા પોસ્ટ દ્વારા ગ્રામીણ ડાક સેવકની જગ્યાઓ માટે નોંધણી પ્રક્રિયા આજે, 5મી ઓગસ્ટ બંધ રહેશે. ઈન્ડિયા પોસ્ટ GDS ભરતી 2024 માટે હજુ સુધી અરજી કરી ન હોય તેવા રસ ધરાવતા ઉમેદવારો સમયસર અરજી કરી શકે છે. અરજી કરવાની લિંક સત્તાવાર વેબસાઇટ indiapostgdsonline.gov.in પર સક્રિય છે. તમને જણાવી દઈએ કે આ ખાલી જગ્યા માટે નોંધણી પ્રક્રિયા 15 જુલાઈ, 2024 ના રોજ શરૂ થઈ હતી. નોંધણી પ્રક્રિયા બંધ થયા પછી, ફોર્મમાં સુધારા કરવા માટેની કરેક્શન વિંડો 6 ઓગસ્ટના રોજ ખુલશે અને 8 ઓગસ્ટ, 2024ના રોજ બંધ થશે. આ ભરતી પ્રક્રિયા દ્વારા કુલ 44228 જગ્યાઓ પર લાયક અને પસંદ કરાયેલ ઉમેદવારોની ભરતી કરવામાં આવશે.
શૈક્ષણિક લાયકાત: GDS ભરતી માટે અરજી કરનારા ઉમેદવારો પાસે કોઈપણ માન્ય શાળા શિક્ષણ બોર્ડમાંથી 10મું ધોરણ પાસ પ્રમાણપત્ર હોવું આવશ્યક છે.
ઉંમર મર્યાદા: ઉમેદવારોની લઘુત્તમ વય 18 વર્ષ અને 40 વર્ષથી વધુ ન હોવી જોઈએ. અનામત વર્ગના ઉમેદવારોને ઉપલી વય મર્યાદામાં છૂટછાટ આપવામાં આવે છે.
અરજી ફી: GDS ભરતી માટેની અરજી ફી ₹100 છે. જ્યારે તમામ મહિલા ઉમેદવારો, SC, ST ઉમેદવારો, PWD અને ટ્રાન્સવુમન ઉમેદવારોને ફીની ચુકવણીમાંથી મુક્તિ આપવામાં આવી છે. અરજી ફી માત્ર ઓનલાઈન મોડ દ્વારા ચૂકવવાની રહેશે.
ઇન્ડિયા પોસ્ટ GDS ભરતી 2024: કેવી રીતે ઓનલાઇન અરજી કરવી ઈન્ડિયા પોસ્ટ GDS ભરતી માટે અરજી કરવા માટે, ઉમેદવારોએ પહેલા અધિકૃત વેબસાઈટ indiapostgdsonline.gov.in ની મુલાકાત લેવી જોઈએ. હવે હોમ પેજ પર ઉપલબ્ધ રજીસ્ટ્રેશન લિંક પર ક્લિક કરો. નોંધણી વિગતો ભરો અને સબમિટ પર ક્લિક કરો. એકવાર નોંધણી થઈ જાય, તમારા એકાઉન્ટમાં લોગિન કરો. હવે અરજી ફોર્મ ભરો અને અરજી ફી ચૂકવો. સબમિટ પર ક્લિક કરો અને પેજ ડાઉનલોડ કરો. વધુ જરૂરિયાત માટે તેની હાર્ડ કોપી તમારી પાસે રાખો
(12:34 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
