<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 5th August 2024

દિલ્‍હીમાં ૩ દિ' ભારે વરસાદનું યલો એલર્ટ

એનસીઆરમાં હળવા ઝરમર વરસાદની આગાહી

નવી દિલ્‍હીઃતા.૫: દિલ્‍હી-એનસીઆરમાં વરસાદનો સિલસિલો ચાલુ છે. ૧ ઓગસ્‍ટથી દિલ્‍હીના ઘણા વિસ્‍તારોમાં વરસાદ પડી રહ્યો છે. જેના કારણે લોકોને કાળઝાળ ગરમીમાંથી રાહત મળી રહી છે. ગયા રવિવારે દિલ્‍હીના ઘણા ભાગો તેમજ નોઈડા અને ગાઝિયાબાદમાં ભારે વરસાદ પડ્‍યો હતો. રવિવારે વરસાદની સાથે પવન પણ જોરદાર ફૂંકાયો હતો. હવામાન વિભાગે આજે સોમવારે ભારે વરસાદની સાથે સાથે ભારે પવનની પણ સંભાવના વ્‍યક્‍ત કરી છે.

હવામાન વિભાગના જણાવ્‍યા અનુસાર આજે દિલ્‍હીમાં વાદળછાયું વાતાવરણ રહેશે. દિલ્‍હીમાં હળવાથી મધ્‍યમ વરસાદની શકયતા છે. વરસાદની સાથે સાથે જોરદાર પવન પણ ફૂંકાઈ શકે છે. ભારે પવન અને વરસાદને કારણે દિલ્‍હીનું વાતાવરણ ઠંડુ રહેશે અને તાપમાનમાં ઘટાડો થશે. હવામાન વિભાગના અહેવાલ મુજબ આજે દિલ્‍હીમાં મહત્તમ તાપમાન ૩૫ ડિગ્રી અને લઘુત્તમ તાપમાન ૨૮ ડિગ્રી રહેવાની શકયતા છે.

હવામાન વિભાગે સોમવારે એનસીઆરમાં હળવા ઝરમર વરસાદની આગાહી કરી છે.આગામી સાત દિવસ સુધી દિલ્‍હીમાં હળવા વરસાદની શકયતા છે. દરમિયાન હવામાન વિભાગે ૩ દિવસ માટે ભારે વરસાદનું યલો એલર્ટ પણ જારી કર્યું છે.

(1:50 PM IST)