News of Monday, 5th August 2024
ચંદ્રના વાયુ મંડળનો વ્યાપ પૃથ્વીના વાયુમંડળનો ૧ ટકો પણ નથી!
ધરતીના વાયુ મંડળનો વ્યાપ ૧૦ હજાર કી.મી. જયારે ચંદ્રનું વાયુ મંડળ માત્ર ૧૦૦ કી.મી.માં ફેલાયેલું: ખુબજ પાતળુ પણ છે

વોશીંગ્ટન તા. પઃ પૃથ્વીના વાયુ મંડળની તુલનાએ ચંદ્રનું વાયુમંડળ ખુબજ પાતળુ અને સીમીત વ્યાપવાળું છે. ચંદ્રના વાયુ મંડળમાં મુખ્યરૂપે એરગોન, હીલીયમ, નિયોન સાથે પેટોશીયમ, રૂબરીડીયમ તથા બીજા અન્ય તત્વો છે. તેનો વ્યાપ ચંદ્રની સપાટીથી ૧૦૦ કી.મી. સુધીનો છે.જયારે પૃથ્વીનું વાયુ મંડળ ૧૦ હજાર કિ.મી.નું છે. અમેરિકી વૈજ્ઞાનીકોની શોધમાં તેનો ખુલાસો થયો હતો. અર્થ ડોટ કોમના રિપોર્ટ મુજબ ચંદ્રની જમીન ઉપર પગ મુકનાર નાસાના અંતરીક્ષ યાત્રીઓએ તેના વાયુ મંડળની ઓળખ કરી હતી. જો કે તે ખુબજ નબળુ હોવાની માહિતિ ન હતી.ચંદ્રની માટી ઉપર શોધ બાદ ખબર પડી કે તેનું વાયુમંડળ નાના-નાના ધુમકેતુઓના ટકરાવાથી બન્યું છે. તેમાં પરમાણુની સંખ્યા ખુબજ ઓછી છે. જેથી તે એકબીજા સાથે અથડાતા નથી. ચંદ્ર ઉપર ધુમકેતુઓના સતત ટકરાવથી સપાટી ઉપર ખાડા ઉભરી આવ્યા છે.
(3:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
