<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 5th August 2024

રાજયપાલ ત્યાં ભુમિકા નિભાવી રહયા છે, જયાં તેમણે ન નિભાવવી જોઇએઃ જસ્ટીસ નાગરત્ના

બેંગલુરૂમાં એક કાર્યક્રમ દરમિયાન સુપ્રીમના જજે ઘટનાને દુઃખદ ગણાવી

બેંગલુરૂ, તા., પઃ સુપ્રીમ કોર્ટના જજ જસ્ટીસ બી.વી.નાગરત્નાએ રાજયપાલોની ભુમીકાને લઇને પ્રશ્ન ઉભો કર્યો છે. તેમણે જણાવેલ કે રાજયપાલ ત્યાં ભુમીકા નીભાવે છે જયાં તેમણે ન નિભાવવી જોઇએ. સક્રીયતાના સમયે નિષ્ક્રીય થઇ જાય છે. તેમણે વધુમાં કહયું કે સુપ્રીમ કોર્ટમાં રાજયપાલો વિરૂધ્ધ મામલા દેશમાં રાજયપાલની સંવૈધાનિક દશાની દુઃખદ કહાની છે. બેંગલુરૂમાં એનએલએસઆઇયુ પૈકટ કોન્ફરન્સના સમાપન સમારોહમાં ઉપરોકત વાત જણાવી હતી. તેમણે ઉમેરેલ કે બંધારણમાં રાજયપાલ પણ સામેલ છે કેમ કે આપણને લાગે છે કે રાજયપાલ હકીકતમાં કર્તવ્યો પ્રત્યે સચેત છે તો તે સંસ્થા પરસ્પર વિરોધી સમુહો વચ્ચે સમજ લાવશે.રાજયપાલને પાર્ટીના રાજકારણ, પક્ષોથી  ઉપર રાખવામાં આવ્યા છે. ભારતીય બંધારણ વાદને વધુ મજબુત કરવા માટે રાષ્ટ્રે સંઘવાદ, બંધુત્વ, મૌલીક અધીકારોઅ ને સૈધ્ધાંતીક શાસન ઉપર જોર આપવુ જોઇએ. કેન્દ્ર અને વિપક્ષ શાસીત રાજયો વચ્ચે વધતા ટકરાવ દરમિયાન તેમણે રાજયોને અક્ષમ કે અધીનસ્થ ન માનવા જોઇએ આ મંત્ર જ બંધારણીય શાસન કૌશલનો હોવો જોઇએ.

(3:43 PM IST)