<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 5th August 2024

યુપી બાદ હવે આસામ રાજ્યમાં લવ જેહાદ કાયદો લાગુ કરવામાં આવશે : લવ જેહાદના મામલામાં આજીવન કેદની સજા થશે : જો રાજ્યમાં હિંદુઓની જમીન મુસ્લિમો ખરીદશે તો મુખ્યમંત્રીની પરવાનગી લેવી પડશે. આસામમાં જન્મેલા લોકોને જ હવે રાજ્યમાં સરકારી નોકરી મળશે : હિમંતા બિસ્વા સરમાની જાહેરાત

ભાજપની રાજ્ય કારોબારીની બેઠકમાં મુખ્યમંત્રીએ કહ્યું કે ચૂંટણી દરમિયાન તેમણે જનતાને લવ જેહાદ પર કાયદો લાવવાનું વચન આપ્યું હતુ હવે આ વચનને પૂર્ણ કરવાનો સમય આવી ગયો છે સરકાર નવો કાયદો લાવશે

નવી દિલ્હી તા.૫ :  યુપી બાદ હવે આસામ સરકાર પણ લવ જેહાદ બિલને વિધાનસભામાં પાસ કરાવશે. મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ રવિવારે જાહેરાત કરી હતી કે રાજ્યની ભાજપ સરકાર ટૂંક સમયમાં લવ જેહાદ કેસમાં આજીવન કેદની જોગવાઈ ધરાવતો કાયદો લાવશે. આ બિલને વિધાનસભામાં રજૂ કરવામાં આવશે.

ભાજપની રાજ્ય કારોબારીની બેઠકમાં મુખ્યમંત્રીએ કહ્યું કે ચૂંટણી દરમિયાન તેમણે જનતાને લવ જેહાદ પર કાયદો લાવવાનું વચન આપ્યું હતું. હવે આ વચનને પૂર્ણ કરવાનો સમય આવી ગયો છે. સરકાર એવો કાયદો લાવશે જેમાં લવ જેહાદના મામલામાં આજીવન કેદની સજા થશે.

મુસ્લિમો રાજ્યમાં હિંદુઓની જમીન ખરીદી શકે તે પહેલાં સરકાર પાસેથી પરવાનગી લેવી પડશે. સરકાર આ માટે નવો આદેશ જારી કરશે. તેમણે કહ્યું કે હવે જો કોઈ મુસ્લિમ રાજ્યમાં કોઈ હિંદુની જમીન ખરીદે છે તો તેણે સરકાર પાસેથી પરવાનગી લેવી પડશે. તેમણે કહ્યું કે સરકારે આવી ખરીદી પર પ્રતિબંધ મૂક્યો નથી પરંતુ વ્યવહારમાં આગળ વધતા પહેલા મુખ્યમંત્રીની સંમતિ લેવી ફરજિયાત બનાવી છે.

આસામમાં જન્મેલા લોકોને પણ રાજ્યમાં નોકરી મળશે

મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ પણ માહિતી આપી હતી કે સરકાર નવી ડોમિસાઈલ પોલિસી લાવવા જઈ રહી છે. આ કાયદો બન્યા બાદ રાજ્યમાં જન્મેલા લોકો જ રાજ્ય સરકારની નોકરી માટે પાત્ર બનશે. તેમણે કહ્યું કે આસામમાં જન્મેલા લોકો જ હવે અહીં સરકારી નોકરી માટે લાયક હશે. ચૂંટણી પહેલા અમે વચન આપ્યું હતું કે એક લાખ સરકારી નોકરીઓમાં સ્વદેશી લોકોને પ્રાથમિકતા આપવામાં આવશે. હવે તે પૂર્ણ થશે.

ઉત્તર પ્રદેશમાં યોગી આદિત્યનાથ સરકારે જુલાઈમાં વિધાનસભા સત્ર દરમિયાન ઉત્તર પ્રદેશ ગેરકાયદેસર ધર્મ પરિવર્તન (સુધારા) બિલ 2024ને વિધાનસભામાં રજૂ કર્યું હતું. લવ જેહાદ બિલ તરીકે ઓળખાતું આ બિલ 30 જુલાઈ, 2024ના રોજ પસાર થયું હતું. લવ જેહાદના કેસમાં જો કોઈ વ્યક્તિ દોષી સાબિત થાય છે તો તેને આજીવન કેદની સજા થઈ શકે છે. નવા બિલમાં લવ જેહાદ કરનારાઓને 20 વર્ષથી લઈને અંતિમ શ્વાસ સુધીની જેલની સજા કરવાની જોગવાઈ છે.

(4:18 PM IST)