<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 5th August 2024

જબરો જુગાડઃ કૂલર-પંખા સાથે સ્પ્રેનું મશીન જોડીને ઠંડક કરી

નવી દિલ્હી, તા.૫: ઉનાળામાં પરસેવે રેબઝેબ થઈ જવાય અને ઘણી વાર તો મગજ કામ કરતું બંધ થઈ જાય, પણ અમુક લોકો આફતને અવસરમાં પલટી નાખતા હોય છે અને ગરમીથી રાહત મેળવવા જુગાડ કરી નાખે છે. આવા જ એક જુગાડનો વિડિયો સોશ્યલ મીડિયા ઍકસ પર વાઇરલ થયો છે. એક યુવાને કૂલર અને પેડસ્ટલ ફૅનની સાથે સ્પ્રે કરવાનું મશીન જોડી દીધું છે. ઍર કન્ડિશનર (AC) બગડી ગયું હોવાથી ગરમીમાં ઠંડક મેળવવા માટે ભાઈએ હવાની સાથેપ્રસાથે પાણીનો પણ છંટકાવ થાય એવો કીમિયો અજમાવ્યો. આવા ફળદ્રુપ ભેજાબાજોને ક્યારેય કોઈ મુશ્કેલી ન નડે.

(4:29 PM IST)