તા. ૫ નવેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૧ કારતક સુદ ૪, મંગળવાર
News of Monday, 5th August 2024
શેરબજાર બાદ ફોરેકસ માર્કેટે પણ રોવડાવ્યા... રૂપિયો સૌથી નીચા સ્તરે ૮૩.૮૬ પર પહોંચ્યો
ડોલર સામે રૂપિયો રેકોર્ડ તળિયે : દેશ પર બોજ વધશે

નવી દિલ્હી, તા.૫: ભારતીય શેરબજાર ધડામ થયા બાદ ભારતીય રૂપિયો પણ અમેરિકી ડૉલર સામે રેકોર્ડ તળિયે પહોંચ્યો છે. રૂપિયો શુક્રવારે ડોલર સામે ૮૩.૭૫નું લેવલ વટાવ્યા બાદ સોમવારે અમેરિકી ડૉલરની સામે તેના સૌથી નીચા સ્તરે ૮૩.૮૬ પર પહોંચ્યો હતો. અમેરિકામાં મંદીના એંધાણ સાથે ડોલર ઈન્ડેકસમાં તેજી, શેરબજારમાં કડાકો અને વિદેશી રોકાણકારોની વેચવાલીના પગલે ડોલર સામે રૂપિયો તૂટ્યો છે.
કેડિયા કોમોડિટીના અજય કેડિયાએ જણાવ્યું છે કે અમેરિકામાં મંદીના ભયથી ભારતીય મૂડી બજારમાં વિદેશી રોકાણકારો મુશ્કેલીમાં મુકાયા છે. આ કારણોસર ઊભરતાં બજારોમાં તીવ્ર ઘટાડો જોવા મળ્યો છે. વિદેશી રોકાણકારોએ મોટા પ્રમાણમાં શેર્સની વેચવાલીની અસર રૂપિયા પર પણ જોવા મળી રહી છે.
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે અમેરિકામાં નોકરીઓ ઘટવાથી વૈશ્વિક બજારમાં સંકટ સર્જાયું છે અને મંદીની ચિંતા વધી ગઈ છે. બીજી બાજુ જિઓ-પોલિટિકલ ક્રાઈસિસ પણ વધી છે.
રૂપિયો નબળો બનતાં સરકાર પર બોજો વધશે. તેમજ ફોરેકસ ટ્રેડર્સનું ટેન્શન વધ્યું છે. ભારતમાં આયાતો મોંઘી થવાની શક્યતા છે. ક્રૂડના ભાવો વધતાં ભારતની આર્થિક સ્થિતિ પર અસર થઈ શકે છે. RBI રૂપિયાને મેનેજ કરવા માટે પગલાં લઈ શકે છે. આરબીઆઈ ડોલરની મોટાપાયે વેચવાલી શરૂ કરી શકે છે. સરકારી બેન્કો દ્વારા ડોલરનું વેચાણ વધી શકે છે.
ડૉલરના મૂલ્યમાં એક રૂપિયાના વધારાથી ઓઈલ કંપનીઓ પર ૮,૦૦૦ કરોડ રૂપિયાનો બોજ વધી ગયો છે. રૂપિયાના ઘટાડાને કારણે પેટ્રોલિયમ ઉત્પાદનોની આયાત મોંઘી થશે. ણ્ભ્ઘ્ન્ ત્બ્ઘ્ અને BPCL પેટ્રોલ અને ડીઝલની સ્થાનિક કિંમતોમાં વધારો કરી શકે છે. ડીઝલના ભાવમાં વધારાને કારણે માલવાહક પરિવહનમાં વધારો થશે, જેના કારણે મોંઘવારી વધી શકે છે. આ સિવાય ભારત ખાદ્યતેલ અને કઠોળની પણ મોટા પાયે આયાત કરે છે. રૂપિયો નબળો પડવાને કારણે સ્થાનિક બજારમાં ખાદ્યતેલ અને કઠોળના ભાવ વધી શકે છે. જેના કારણે તેમને પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કરવાની ફરજ પડી રહી છે. પેટ્રોલિયમ પેદાશોના ભાવમાં ૧૦ ટકાના વધારાથી ફુગાવો લગભગ ૦.૮ ટકા વધે તેવી શક્યતા છે. આની સીધી અસર તમારા ખોરાક અને પરિવહન ખર્ચ પર પડે છે.
(4:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
