તા. ૫ નવેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૧ કારતક સુદ ૪, મંગળવાર
News of Monday, 5th August 2024
વકફ એકટમાં ૪૦ સંશોધનના પ્રસ્તાવને મંજૂરી કેન્દ્ર સરકાર વકફ બોર્ડ પર લગામ કસે એવી શક્યતા
નવા સંશોધનમાં મહિલાઓને પણ સામેલ કરવાની ભલામણ કરવામાં આવી છે

નવી દિલ્હી, તા.૫: કેન્દ્ર સરકાર વકફ બોર્ડને નિયંત્રિત કરવાવાળા ૧૯૯૫ના કાયદામાં ફેરફાર કરે એવી શક્યતા છે. એના માટે સંસદમાં વિધેયક લાવવાની તૈયારી કરવામાં આવી રહી છે. જેને પગલે ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડ (AIMPLB) ભડકી ગયું છે. આ પહેલાં શુક્રવારે કેબિનેટની બેઠકમાં વકફ એકટમાં ૪૦ સંશોધનના પ્રસ્તાવને મંજૂરી મળી ગઈ છે.
સંસદમાં સંશોધન વિધેયક પસાર થયા પછી વકફ બોર્ડની અનિયંત્રિત શકિતઓ ઓછી થઈ જશે. નવા સંશોધનમાં મહિલાઓને પણ સામેલ કરવાની ભલામણ કરવામાં આવી છે. આ વિધેયક મુજબ બધાં રાજ્યોની સાથે-સાથે કેન્દ્રીય કાઉન્સિલમાં પણ બે મહિલાઓની નિયુકિત કરવામાં આવશે.
વકફ બોર્ડમાં સંશોધનવાળું બિલ હજી સંસદમાં રજૂ નથી થયું, પણ એને લઈને હંગામો પહેલેથી જ મચી ગયો છે. ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ બો બોર્ડે એના પર વાંધો ઉઠાવ્યો છે અને કહ્યું છે રકે વકફ એકટ ૨૦૧૩માં કોઈ પણ એવો ફેરફાર, જેનાથી વકફની સંપત્તિની હેસિયત અને પ્રકૃતિ બદલાઈ જાય અને એને હડપવી સરકાર કે કોઈ વ્યકિત માટે સરળ થઈ જાય- એક ધરાર કબૂલ નથી, ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ બો બોર્ડે નિવેદન જારી કર્યું છે, એમાં કહેવામાં આવ્યું છે કે વકફ એકટમાં કોઈ ફેરફાર મંજૂર નથી.
વકફ બોર્ડ એકટમાં વહોરા, શિયા મુસ્લિમ જેવા સમાજના લોકો લાંબા સમયથી ફેરફારની માગ કરી રહ્યા છે. હાલના સમયમાં વકફ એસેટ્સ મેનેજમેન્ટ સિસ્ટમ ઓફ ઇન્ડિયા મુજબ દેશમાં કુલ ૩૦ વકફ બોર્ડ છે. મોટા ભાગનાની મુખ્ય ઓફિસ દિલ્હીમાં છે. કેન્દ્ર સરકારની સેન્ટ્રલ વકફ કાઉન્સિલ આ વકફ બોર્ડોની સાથે તાલમેલ કરીને કામ કરે છે.
દેશમાં રેલવે અને કેથલિક ચર્ચ પછી સૌથી વધુ જમીન છે તો એ વકફ બોર્ડની પાસે છે. હાલમાં વકફ બોર્ડ પાસે દેશમાં ૯.૪૦ લાખ એકર જમીન છે. ખાસ વાત એ છે કે ૨૦૦૯માં એ જમીન માત્ર ચાર લાખ એકર હતી, પણ ૧૪ વર્ષમાં જમીન બે ગણાથી પણ વધુ થઈ છે. આ જમીનોમાં મોટા ભાગે મસ્જિદ, મદરેસા કે કબ્રસ્તાનને નામે છે. વકફ બોર્ડના પાવરને ૧૯૯૫માં નરસિંહા રાવ સરકારે વધાર્યા હતા. કોંગ્રેસના નેતૃત્વવાળી સરકારે એના અધિનિયમમાં અનેક ફેરફાર કર્યા હતા. સૌથી પહેલી વાર વકફ બોર્ડ અધિનિયમ ૧૯૫૪માં સંસદમાં પસાર કરવામાં આવ્યો હતો. કોંગ્રેસ સરકારમાં વકફ બોર્ડના નિયમોમાં ઘણી છૂટ આપવામાં આવી હતી.
(4:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
