તા. ૫ નવેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૧ કારતક સુદ ૪, મંગળવાર
News of Monday, 5th August 2024
ભારતમાં સશસ્ત્ર સેનાઓ અને રેલ્વે બાદ સોૈથી વધુ મિલ્કત વકફ બોર્ડ પાસે
વકફ બોર્ડના મુળ ઇસ્લામિક શાસનના સમયથીઃ બ્રિટીશ સરકારે વકફ બોર્ડને ગેરકાયદે ઠેરવી હાનિકારક ગણાવ્યું હતું, પણ અમલ ન થયો

નવી દિલ્હીઃ કેન્દ્રની મોદી સરકાર અને વકફ બોર્ડ ફરીથી ચર્ચામાં છે. ચર્ચા એવી છે કે, મોદી સરકાર વકફ બોર્ડની અનિયંત્રિત સતા પર લગામ લગાવવા માટે વકફ એકટ, ૧૯૯૫માં ૪૦ જેટલા બદલાવ લાવીરહી છે અને આ માટે સંસદમાં બિલ પણ રજૂ કરશે. મતલબ કે, વર્ષોથી જેની રાહ જોવાતી હતી એ મુજબ વકફ બોર્ડની સત્ત્।ા પર ગાળિયો કસાશે. દેશભરમાં ૮.૭ લાખથી વધુ મિલકતો સાથે ૯.૪ લાખ એકરની જગ્યા અને અબજો રૂપિયાની સંપત્ત્િ। ધરાવતા વકફ બોર્ડ પર નિયંત્રણ શું કામ?
ભારતમાં વકફ બોર્ડના મૂળ, આઝાદી પહેલા ઈસ્લામિક શાસનના સમયથી જોવા મળે છે. બ્રિટિશ શાસનમાં લંડનની પ્રિવી કાઉન્સિલમાં ભારતમાં વકફ નાબૂદ કરવાની માંગ સાથે એક કેસ પહોંચ્યો હતો. આ કેસ જેમણે સાંભળ્યો એ બ્રિટીશ ન્યાયાધીશોએ વકફને ગેરકાયદે ઠેરવીને હાનિકારક ગણાવ્યું હતું. પણ તેમનો આદેશ ભારતમાં કયારેય સ્વીકારાયો નહીં અને ઉપરથી ૧૯૧૩માં વકફ વેલિડેટિંગ એકટ લાવવામાં આવ્યો. ત્યારપછી કયારેય વકફ બોર્ડ પર નિયંત્રણ લગાવવાના પ્રયાસો થયા નથી.
એવી ચર્ચા છે કે કોંગ્રેસ સરકારે બોર્ડની શકિત અને સંપત્ત્િ। વધારવાનું જ કામ કર્યું છે. કોંગ્રેસની દયા-માયાથી સ્વતંત્રતા પછી પણ તુષ્ટિકરણ અને વોટબેન્કના રાજકારણચાલુ રહયું. વકફ બોર્ડ વધુને વધુ મજબૂત જ થતું ગયું છે. વર્ષ ૧૯૫૪માં નહેરૂજી સરકારે એક કાયદો બનાવ્યો, જેને નામ અપાયું વકફ બોર્ડ એકટ ઓફ ૧૯૫૪ અને વકફના કેન્દ્રીયકરણનું કામ શરૂ થયું. કાયદા હેઠળ એક સેન્ટ્રલ વકફ કાઉન્સિલની રચના કરવામાં આવી, જેના હેઠળ અલગ-અલગ રાજયોનાં વકફ બોર્ડ આવે છે. આ તમામ બોર્ડની સ્થાપના વકફ એકટ, ૧૯૫૪ના સેકશન ૯(૧) હેઠળ કરવામાં આવી છે. તમામ વકફ બોર્ડ ઉપર કાઉન્સિલ આવે છે, જે એક સ્ટેચ્યુચરી બોડી (કાયદા માન્ય) છે.
કોંગ્રેસની સરકારોમાં વકફ બોર્ડ પર નિયંત્રણની વાત કયાંય આવી નહીં, અનેે અનિયંત્રિત સતા કોંગ્રેસમાં. ૧૯૯૫માં તત્કાલીન કોંગ્રેસ સરકાર એક નવો કાયદો લાવી, જેનાથી ૧૯૫૪નો કાયદો રદ કરીને નવો વકફ એકટ લાગુ કરવામાં આવ્યો. આ એકટના કારણે વકફને એવી અમાપ શકિતઓ પ્રાપ્ત થઈ, જેની અસરો આજે પણ જોવા મળી રહી છે.૨૨ નવેમ્બર, ૧૯૯૫ ના રોજ કેન્દ્રસરકારે વકફ એકટ લાગુ કર્યો હતો, જે આજે પણ લાગુ છે. સમય પ્રમાણે તેમાં સુધારા થતાં રહ્યાં છે પણ આ સુધારાના કારણે વકફ બોર્ડને સતા જ મળી છે, લગામ લાગી નથી. આ નવા કાયદાથી વકફ કાઉન્સિલ અને રાજયનાં વકફ બોર્ડને વધુ શકિતઓ આપવામાં આવી. આ શકિતઓનો ઉપયોગ વધુને વધુ સંપત્ત્િ। મેળવવા કરવામાં આવ્યો તેવી પણ ચર્ચા છે.
વર્તમાન સમયમાં ભારતમાં સશસ્ત્ર સેનાઓ અને રેલ્વે બાદ વકફ એવી બોડી છે, જેની પાસે સૌથી વધુ સંપતિ છે. વકફ મેનેજમેન્ટ સિસ્ટમસના અધિકારિક ડેટા અનુસાર, ભારતમાં કુલ ૮ લાખ ૫૪ હજાર જેટલી વકફ સંપતિઓ છે અને દેશભરમાં કુલ ૮ લાખ એકરથી વધુ જમીનમાં ફેલાયેલી છે. ૧.૨ લાખ કરોડ ની કિંમત ગણાય છે.૨૦૦૯માં આ આંકડો ૪ લાખ એકર હતો. જે હવે બમણો થઈ ગયો છે.
વકફ બોર્ડ એકટમાં જેટલા સુધારાઓ કેન્દ્રની મોદી સરકારી કરીને વકફ બોર્ડની સત્ત્।ા પર નિયંત્રણ લાવવાની તૈયારીમાં છે એ સારી બાબત છે. હાલમાં વકફ બોર્ડ પાસે કોઈપણ જમીનને તેની મિલ્કત તરીકે જાહેર કરવાની સતા છે. વકફ બોર્ડ એકટમાં સુધારા બાદ વકફ બોર્ડ કોઈપણ જમીનનો દાવો કરશે તો પહેલા તેની ચકાસણી કરવામાં આવશે. ઉપરાંત જે પણ સંપતિના વિવાદ હાલ ચાલી રહ્યા હોય તેનું પણ ફરજિયાત વેરિફિકેશન કરાશે. આ સાથે જ મુસ્લિમ મહિલાઓને પણ વકફ બોર્ડમાં સામેલ કરાશે. વગેરે ૪૦ જેટલા નાના-મોટા સુધારાઓ વકફ બોર્ડ એકટમાં મોદી સરકાર કરી શકે છે ત્યારે આ મામલે સંસદમાં કોંગ્રેસ સહિત વિપક્ષની પ્રતિક્રિયા જોવી મહત્વપૂર્ણ રહેશે
(4:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
