તા. ૫ નવેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૧ કારતક સુદ ૪, મંગળવાર
News of Monday, 5th August 2024
માલી અને રશિયન વેગનર વિદ્ર્રોહીનો ખાત્મો બોલાવાતા માલીએ યુક્રેન સાથેના રાજદ્વારી સંબંધો તોડી નાખ્યાઃ મોટો ઝટકો

રશિયા સાથે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે યુક્રેનને મોટો ઝટકો લાગ્યો છે. આફ્રિકન દેશ માલીએ યુક્રેન સાથે રાજદ્વારી સંબંધોનો તોડી નાખવાની જાહેરાત કરી છે. માલીએ આરોપ લગાવ્યો છે કે, તાજેતરમાં વિદ્રોહીઓ દ્વારા રશિયાના ભાડૂતી સૈનિકો અને માલી સૈનિકોની હત્યામાં યુક્રેનના કીવના અધિકારીનો હાથ છે. ઉત્તરી તુઆરેજ વિદ્રોહીઓનું કહેવું છે કે, તેમણે લગભગ ૮૪ ભાડુતી સૈનિકો અને ૪૭ માલીના સૈનિકોની ત્રણ દિવસ દરમિયાન હત્યા કરી નાખી છે.
ઉત્તર માલીના અલગતાવાદી વિદ્રોહીનું કહેવું છે કે, તેમણે ૨૫ થી ૨૭ જુલાઈ વચ્ચે અલ્જીરિયાની સરહદ નજીક રશિયન વેગનર ભાડૂતી સૈનિકોને મોતને ઘાટ ઉતારી દીધા હતા. જો કે, વિદ્રોહીઓએ એ નથી જણાવ્યું કે, તેમના કેટલા સૈનિકો માર્યા ગયા છે. રશિયાએ કહ્યું છે કે તે માલી જુન્ટાને સમર્થન આપવાનું ચાલુ રાખશે.
માલીમાં સરકાર વિરુદ્ધ અનેક સંગઠનો ઉભા છે અને તેમાં તુઆરેજ વિદ્રોહી સામેલ છે.
(5:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
