<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 5th August 2024

રાહુલ-પ્રિયંકા ગાંધી દિલ્હીમાં કુલ્લીઓને મળ્યા : અનેક મુદ્દાઓ પર ચર્ચા : સમસ્યાનું સમાધાન કરાવવા માંગ

રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીની સામે તેમની સમસ્યાઓ જણાવતા કુલીઓએ કહ્યું કે હવે રેલવે સ્ટેશનો પર તેમના માટે કોઈ કામ નથી

નવી દિલ્હી ; લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી અને કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી વાડ્રા સોમવારે (05 ઓગસ્ટ) દિલ્હીમાં કુલીઓના જૂથને મળ્યા હતા. જુદા જુદા રાજ્યોના પોર્ટર્સે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી સમક્ષ તેમની સમસ્યાઓ રજૂ કરી હતી.

  રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીની સામે તેમની સમસ્યાઓ જણાવતા કુલીઓએ કહ્યું કે હવે રેલવે સ્ટેશનો પર તેમના માટે કોઈ કામ નથી. કુલીઓએ જણાવ્યું હતું કે સ્ટેશનો પર ખાનગી બેટરી કારના આગમનને કારણે તેમના માટે બેરોજગારીની સમસ્યા ઉભી થઈ છે.

  મીડિયા સાથે વાત કરતા મોહમ્મદ કરીમ અકરાણી નામના પોર્ટરે કહ્યું, “મેં રાહુલ ગાંધીને કહ્યું કે દેશના વિવિધ ભાગોમાંથી કુલીઓ અહીં આવ્યા છે. અમારી સમસ્યા એ છે કે 2008માં લાલુ પ્રસાદ યાદવે (તત્કાલીન રેલવે મંત્રી) અમને ગ્રુપ ડીનો દરજ્જો આપ્યો હતો, જેના કારણે અમારું ઘર ચાલતું હતું. આજે અમારી પાસે કામ નથી 

  અકરાણીએ વધુમાં કહ્યું કે, “સ્ટેશનો પર તેમના માટેનું કામ પૂરું થઈ ગયું છે. મોદી સરકાર દ્વારા સ્ટેશનો પર પ્રાઈવેટ બેટરીવાળી કાર દોડાવવાના કારણે અમારું કામ ખતમ થઈ ગયું છે. અમારી પાસે કોઈ કામ બાકી નથી. અમે રાહુલ ગાંધીજીને કહ્યું કે અમને 2008ની જેમ ગ્રુપ ડીનો દરજ્જો આપવામાં આવે કારણ કે અમે ઘણો સંઘર્ષ કર્યો હતો. અમે લાંબા સમયથી સંઘર્ષ કરી રહ્યા છીએ. અમને લાગે છે કે રાહુલ ગાંધી ચોક્કસપણે અમારી માંગ ઉઠાવશે.

(7:02 PM IST)