<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 5th August 2024

ગંભીર બેદરકારી :ઓપરેશનમાં ખરાબને બદલે સારી કિડની કાઢી નાખી !: ડોક્ટરની ધરપકડ : મહિલાનું મોત

ડોક્ટર સંજય ધનખરે બેદરકારીપૂર્વક યુરોલોજિસ્ટ અને એનેસ્થેટિક વગર ઓપરેશન કર્યું .

નુઆન ગામની રહેવાસી ઈદ બાનોનું 15 મેના રોજ રાજસ્થાનના ઝુંઝુનુની ધંખર હોસ્પિટલમાં ઓપરેશન કરવામાં આવ્યું હતું. આ ઓપરેશન ડો.સંજય ખનખરે કર્યું હતું. ઈદ બાનોની એક કિડની સંક્રમિત હતી, બીજી સ્વસ્થ હતી. પરંતુ ડૉક્ટર સંજય ધનખરે બેદરકારીપૂર્વક યુરોલોજિસ્ટ અને એનેસ્થેટિક વિના ઓપરેશન કર્યું. ઓપરેશન બાદ ઈદ બાનોની તબિયત વધુ બગડી અને ચેપગ્રસ્ત કિડનીને બદલે સ્વસ્થ કિડની કાઢી નાખવામાં આવી હોવાનું જાણવા મળ્યું હતું. આ મહિલાનું હવે લગભગ અઢી મહિના પછી જયપુરની હોસ્પિટલમાં મૃત્યુ થયું છે.

  હાલમાં, ઈદ બાનો જયપુરની એસએમએસ હોસ્પિટલમાં સારવાર હેઠળ હતી, જ્યાં તેણીનું મૃત્યુ થયું. તેમનો પાર્થિવ દેહ આજે તેમના ગામ લાવવામાં આવશે

(8:38 PM IST)