તા. ૨૫ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર સુદ – ૫ મંગળવાર
News of Monday, 5th August 2024
જાણો શું છે જમાત-એ-ઈસ્લામી? જેના પર પ્રતિબંધ મૂકવાનું શેખ હસીનાને ભારે પડી ગયું કે દેશ છોડવા મજબૂર થવું પડ્યું
હિન્દુઓ પર હુમલામાં સામેલ છે જમાત-એ-ઈસ્લામી :સરકારે આતંકવાદ વિરોધી કાયદા અંતર્ગત જમાત-એ-ઈસ્લામી પર પ્રતિબંધ લગાવતા કટ્ટરપંથી પાર્ટી પર આંદોલનનો ફાયદો ઉઠાવવા અને લોકોને હિંસા માટે ગેરમાર્ગે દોરવાનો આરોપ લગાવ્યો

બાંગ્લાદેશમાં આગ અને ભીષણ હિંસા જોવા મળી રહી છે. સ્થિતિ બેકાબૂ બની ગઈ છે. દેશવ્યાપી કર્ફ્યૂનું ઉલ્લંઘન કરતા પ્રદર્શનકારીઓ સોમવારે બાંગ્લાદેશના અનેક વિસ્તારોમાં માર્ચ માટે એકઠાં થયા હતા. પ્રદર્શનકારી બાંગ્લાદેશના વડાંપ્રધાન શેખ હસીનાના રાજીનામાંની માગ કરી રહ્યાં હતા. આ દરમિયાન પ્રદર્શનકારીઓ અને સત્તારુઢ પાર્ટીના સમર્થકો વચ્ચે અથડામણ શરુ થઈ જે જોત જોતમાં જ ભીષણ હિંસામાં પરીવર્તીત થઈ. માનવામાં આવે છે કે ગત દિવસોમાં બાંગ્લાદેશ સરકાર દ્વારા કટ્ટરપંથી દળ જમાત-એ-ઈસ્લામી પર લગાડેલા પ્રતિબંધના કારણે જ છાત્રોનું આ પ્રદર્શન હિંસામાં પરિવર્તીત થયું.
પ્રદર્શનકારીઓ એટલા ઉગ્ર થઈ ગયા કે તેમણે સરકારી સંપત્તિઓમાં આગ લગાવી દીધી અને પીએમ હાઉસની અંદર ઘૂસી ગયા. વીડિયોમાં પ્રદર્શનકારીઓ પીએમ હાઉસની અંદર ઘૂસીને મોજ મસ્તી કરતા જોવા મળ્યાં. કંઈક આવી જ તસવીર થોડાં વર્ષો પહેલા શ્રીલંકામાં જોવા મળી હતી. એટલું જ નહીં કેટલાંક લોકોએ બાંગ્લાદેશના રાષ્ટ્રપિતા કહેવાતા શેખ મુજીબની મૂર્તિ પર ચઢીને હથોડા ચલાવતા પણ જોવા મળ્યા.
શેખ હસીને સરકારે હાલમાં જ જમાત-એ-ઈસ્લામી, તેના વિદ્યાર્થી સંગઠન અને તેની સાથે જોડાયેલાં અન્ય સંગઠનો પર પ્રતિબંધ લગાવી દીધો હતો. આ પગલાં બાદ બાંગ્લાદેશમાં અનેક સપ્તાહ સુધી હિંસક પ્રદર્શનો જોવા મળ્યા હતા. કહેવાય છે કે સરકારની આ કાર્યવાહી પછી આ સંગઠન શેખ હસીના સરકાર વિરુદ્ધ રસ્તા પર ઉતરી આવ્યા.
સરકારે આતંકવાદ વિરોધી કાયદા અંતર્ગત જમાત-એ-ઈસ્લામી પર પ્રતિબંધ લગાવતા કટ્ટરપંથી પાર્ટી પર આંદોલનનો ફાયદો ઉઠાવવા અને લોકોને હિંસા માટે ગેરમાર્ગે દોરવાનો આરોપ લગાવ્યો હતો. જમાત-એ-ઈસ્લામી પર પ્રતિબંધ લગાડવાનો નિર્ણય શેખ હસીનાની પાર્ટી અવામી લીગના નેતૃત્વવાળી 14 પાર્ટીઓના ગઠબંધનની મીટિંગમાં લેવાયો હતો. આ મીટિંગ દરમિયાન કથિત રીતે સહયોગી પાર્ટીઓએ પણ કટ્ટર પાર્ટી પર પ્રતિબંધ લગાડવાની અપીલ કરી હતી.
જમાત-એ-ઈસ્લામી એક રાજકીય પાર્ટી છે જેને બાંગ્લાદેશમાં કટ્ટરપંથી માનવામાં આવે છે. આ રાજકીય પાર્ટી પૂર્વ પીએમ ખાલિદા જિયાની સમર્થક પાર્ટીઓમાંથી એક છે. જમાત પર પ્રતિબંધ લગાડવાનો હાલનો નિર્ણય 1972માં રાજકીય ઉદ્દેશ્યો માટે ધર્મના દુરુપયોગ માટે પ્રારંભિક પ્રતિબંધના 50 વર્ષ બાદ લેવાયો છે.
જમાત-એ-ઈસ્લામીની સ્થાપના 1941માં બ્રિટિશ શાસન અંતર્ગત અવિભાજિત ભારતમાં થઈ હતી. 2018માં બાંગ્લાદેશ હાઈકોર્ટના ચુકાદાનું પાલન કરતા ચૂંટણી પંચે જમાતનું રજીસ્ટ્રેશન રદ કર્યું હતું. જે બાદ જમાત ચૂંટણી લડવા માટે અયોગ્ય જાહેર થઈ હતી.
જમાત-એ-ઈસ્લામી બાંગ્લાદેશમાં અલ્પસંખ્યક હિન્દુઓ પર હુમલા કરવા માટે પણ જાણીતું છે. માનવાધિકાર સંસ્થા એમનેસ્ટી ઈન્ટરનેશનલે પોતાના એક રિપોર્ટમાં જણાવ્યું હતું કે, જમાત-એ-ઈસ્લામી અને છાત્ર શિબિર સતત બાંગ્લાદેશમાં હિન્દુઓને ટાર્ગેટ કરે છે. બાંગ્લાદેશમાં કામ કરી રહેલા બીન સરકારી સંગઠનોનું આંકલન છે કે વર્ષ 2013થી 2022 સુધી બાંગ્લાદેશમાં હિન્દુઓ પર 3600 હુમલાઓ થયા, જેમાં જમાત-એ-ઈસ્લામીનો રોલ મહત્વનો રહ્યો હતો.
(11:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
