<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 6th August 2024

રિટર્ન ભરવામાં ભૂલ હોય તેવા કરદાતાને સિસ્‍ટમ જનરેટેડ નોટિસ મોકલવાનું શરૂ

સોફટવેર પ્રમાણે વિગતો રજુ નહીં થતા આવકવેરા વિભાગની કાર્યવાહી

નવી દિલ્‍હી,તા. ૬: ઈન્‍કમટેક્‍સ રિટર્ન ભરવામાં જે પણ કરદાતાઓએ ભૂલ કરી હોય તેઓને સિસ્‍ટમ જનરેટેડ નોટિસ આપવાનું આઇટી દ્વારા શરૂ કરી દેવામાં આવ્‍યું છે. જોકે રિટર્ન ભરતી વખતે વિભાગ દ્વારા જે ફોર્મ તૈયાર કરવામાં આવ્‍યું છે તે પ્રમાણેની વિગતો કરદાતાઓએ રજૂ નહીં કરી હોવાના લીધે સિસ્‍ટમે જ તેમાં સુધારો કરવા માટેની નોટિસ કરદાતાને મોકલી છે. જેથી કરદાતા દ્વારા તેમાં સુધારો કરવામાં આવે તો વાંધો નહીં આવે નહિતર વિભાગ દ્વારા આઇટીના નિયમ પ્રમાણે કાર્યવાહી કરી શકે છે. ઇન્‍કમટેક્‍સ રિટર્ન ભરવાની છેલ્લી તારીખ ૩૧ જુલાઈ પૂરી થવાની સાથે જ અનેક કરદાતાઓને સિસ્‍ટમ જનરેટેડ નોટિસ મળી છે. તેના કારણે કરદાતાઓની પરેશાનીમાં વધારો થતો હોય છે, પરંતુ તે નોટિસ મળવાનું કારણ એવું છે કે ઇન્‍કમટેક્‍સ વિભાગે રિટર્ન ભરવા માટે જે ફોર્મ બહાર પાડ્‍યા છે તે પ્રમાણેની વિગતો ભરવામાં આવી નહીં હોય અથવા તો તેમાં આંકડાકીય ખામી રહી ગઇ હોય તેવા કિસ્‍સામાં સિસ્‍ટમ દ્વારા જ તેની ચકાસણી કરવામાં આવે છે. તે ચકાસણીમાં ખામી જણાય તો તે કરદાતાને નોટિસ થકી જાણ કરવામાં આવે છે. જોકે મોટાભાગના કરદાતાઓને તેની પૂરતી જાણકારી નહીં હોવાના લીધે એવું સમજી બેસે છે કે હજુ રિટર્ન ભર્યાને ગણતરીના દિવસો જ થયા છે ત્‍યારે નોટિસ પણ આપી દેવામાં આવી. પરંતુ હકીકતમાં રિટર્ન ભરવામાં ભૂલ રહી હોય તે સુધારો કરવા માટે નોટિસ આપવામાં આવી છે. (૨૨.૮)

 ડિસેમ્‍બર સુધી સુધારો કરી શકાશે

રિટર્ન ભરવામાં ભૂલ હોય અને વિભાગ દ્વારા જે સિસ્‍ટમ જનરેટેડ નોટિસ આપવામાં આવી છે તેમાં ડિસેમ્‍બર સુધી સુધારો થઇ શકશે, કારણ કે કેટલીક વખત આંકડાકીય ભૂલ પણ રહી ગઇ હોવાની શક્‍યતા રહેલી છે. જયારે ચાલુ વર્ષે તો કેપિટલ ગેઇન ટેક્‍સની ગણતરીમાં પણ સમસ્‍યા ઊભી થઇ હતી. તેમાં પણ સુધારો કર્યા વિના રિટર્ન ફાઇલ કરવામાં આવ્‍યું હોય તો તેને સુધારો કરી શકાય છે. જો સુધારો કરવામાં નહીં આવે તો આઇટી દ્વારા નિયમ પ્રમાણે કાર્યવાહી કરી શકે છે. મિહિર મોદી (સીએ)

(9:41 AM IST)