<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 6th August 2024

કોલેજની પરીક્ષામાં ચોરી કરી તો પાંચ ગણો દંડ

સ્‍ટ્રોંગ રૂમમાં પ્રવેશવા પર ૧ વર્ષનું પરિણામ રદ, સાથે પોલીસ કેસ થશે, વિદ્યાર્થી પરીક્ષા પણ નહીં આપી શકે : ફાઇનલ એકટમાં પરીક્ષામાં ગેરરીતિ આચરનારાઓ પાસે ૨૫૦૦ થી લઇ ૧૦,૦૦૦ સુધી દંડ વસૂલાશે

નવી દિલ્‍હી,તા. ૬: કોમન યુનિવર્સિટી એક્‍ટના ફાઈનલ ગેજેટમાં પરીક્ષામાં ગેરરીતિને રોકવા માટે સરકાર દ્વારા કડક નિયમો બનાવાયા છે. જેમાં હાલ યુનિવર્સિટીમાં ચાલતી દંડની જોગવાઈઓમાં ૫ ગણો વધારો કર્યો છે. જેમાં ૨૫૦૦ રૂપિયાથી લઈને ૧૦૦૦૦ સુધીના નાણાકીય દંડની પણ જોગવાઈ કરી છે. જેને લઈને આગામી સેમેસ્‍ટરની જે કોઈ પણ પરીક્ષાઓ યોજાશે તેમાં ગેરરીતિ કરનારા વિદ્યાર્થીઓમાં નાણાકીય દંડનો પણ ડર રહેશે. આ ઉપરાંત જો કોઈ વિદ્યાર્થી યુનિવર્સિટીના સ્‍ટ્રોગ રૂમમાં પ્રવેશવાનો પ્રયાસ કરશે તો તેનું ૧ વર્ષનું પરિણામ રદ કરી દેવામાં આવશે તેમજ વિદ્યાર્થી પરીક્ષા પણ નહી આપી શકે, આ ઉપરાંત વિદ્યાર્થી પર પોલીસ કેસ પણ થઈ શકે છે.

કોમન એક્‍ટમાં પીએચડીમાં થતી સાહિત્‍ય ચોરી એટલે કે થીસિસ કોઈનામાંથી ઉઠાંતરી કરતા રોકવા માટે પણ સજાનો જોગવાઈ કરી છે. જેમાં જો સાહિત્‍યચોરી યુનિવર્સિટી દ્વારા પકડાશે તો યુનિવર્સિટી પીએચ.ડી.ની ડિગ્રી પરત લઈ શકશે. (૨૨.૬)

ગેરરીતિનો પ્રકાર

* પરીક્ષામાં કાપલી, બુક, મોબાઈલ સાથે પકડાય તો

* કાપલી, બુક, મોબાઈલમાંથી કોપી કરતો પકડાય તો

* પરીક્ષામાં અન્‍ય વિદ્યાર્થીની આન્‍સરશીટ મળી આવે તો

* પરીક્ષામાં અન્‍ય વિદ્યાર્થીની આન્‍સરશીટમાંથી કોપી કરી હોય તો

* સામૂહિક ચોરી કરતા પકડાય તો

* આન્‍સરશીટ હોલની બહાર લઈ જવા પર

* મોબાઈલ ફોન સાથે પકડાય તો

* મોબાઈલ ફોનમાંથી ચોરી કરતા પકડાય તો

* વારંવાર ગેરરીતિ કરતા પકડાય

*       આન્‍સરશીટમાં ચલણી નોટ મૂકવી, લાંચ આપવાનો પ્રયાસ કરે તો

સજાની જોગવાઈ

૧) જે તે વિષયની પરીક્ષા રદ થશે ૨) ૨૫૦૦ રૂપિયા દંડ ૩) વિદ્યાર્થી આગામી પરીક્ષા આપી શકશે.

૧) જે તે વિષયની પરીક્ષા રદ થશે ૨) ૪૦૦૦ રૂપિયા દંડ ૩) વિદ્યાર્થી આગામી પરીક્ષા આપી શકશે નહી.

૧) જે તે વિષયની પરીક્ષા રદ્દ થશે ૨) ૫૦૦૦ રૂપિયા દંડ બંને વિદ્યાર્થીઓને ૩) વિદ્યાર્થી આગામી પરીક્ષા આપી શકશે

૧) જે તે વિષયની પરીક્ષા રદ થશે ૨) ૫૦૦૦ રુપિયા દંડ ૩) ચોરી કરનાર વિદ્યાર્થી આગામી પરીક્ષા આપી શકશે નહી, અન્‍ય વિદ્યાર્થી આપી શકશે

૧) જે તે વિષયની પરીક્ષા રદ્દ થશે ૨) ૧૦૦,૦૦ રૂપિયા દંડ તમામ વિદ્યાર્થીને ૩) વિદ્યાર્થી આગામી પરીક્ષા આપી શકશે નહી

૧) જે તે વિષયની પરીક્ષા રદ થશે ૨) ૧૦૦૦૦ રૂપિયા દંડ ૩) વિધાર્થી આગામી બે વખત સુધી પરીક્ષા આપી શકશે.

૧) જે તે વિષયની પરીક્ષા રદ થશે ૨) ૩૦૦૦ રૂપિયા દંડ ૩) વિદ્યાર્થી આગામી પરીક્ષા આપી શકશે.

૧) જે તે વિષયની પરીક્ષા રદ થશે ૨) ૧૦,૦૦૦ રૂપિયા દંડ ૩) વિદ્યાર્થી તાત્‍કાલિક પરીક્ષા નહી આપી શકે.

૧) ૧૦૦૦૦ રુપિયા દંડ ૩) MPEC પરીક્ષાનું પરિણામ પણ રદ કરી

શકે છે.

૧) જે તે વિષયની પરીક્ષા રદ થશે ૨) ૪૦૦૦ રૂપિયા દંડ ૩) વિદ્યાર્થી આગામી પરીક્ષા આપી શકશે.

અભદ્ર ભાષા કે ધમકી આપી તો પોલીસ કેસ થશે

જો વિદ્યાર્થીએ આન્‍સરશીટમાં અભદ્ર ભાષા કે ધમકી તેમજ હોલમાં હિંસા આચરી હશે તો તે વિદ્યાર્થીને ૧૦૦૦૦ રૂપિયા નાણાકીય દંડ તેમજ પોલીસકેસ પણ થઈ શકે છે અને MPECની ભલામણથી સમગ્ર સેમેસ્‍ટરનું પણ પરિણામ રદ કરી શકે છે. તેવી જ રીતે યુનિવર્સિટીના સીલ, આન્‍સરબુક સાથે છેડછાડ કરી હશે તેમજ પ્રતિબંધિત સ્‍ટેશનરીનો ઉપયોગ કર્યો હશે તો વિદ્યાર્થી તાત્‍કાલિક પરીક્ષા નહી આપી શકે તેમજ ૧૦૦૦૦ રૂપિયા દંડ પણ થશે. આ ઉપરાંત પોલીસકેસની પણ જોગવાઈ કરવામાં આવી છે.

દંડની રકમ વધારવાથી ગેરરીતિ પર અંકુશ આવશે

નર્મદ યુનિવર્સિટીના ઈન્‍ચાર્જ કાર્યકારી કુલપતિ ડો. કિશોરસિંહ ચાવડાએ જણાવ્‍યું હતું કે ગેરરીતિ પર અંકુશ લાવવા માટે સરકાર દ્વારા દંડની જોગવાઈ વધારી છે.

(9:43 AM IST)