<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 6th August 2024

કોકિલાબહેને પૌત્ર અનંતને લગ્ન નિમિત્તે આપી શ્રીનાથજી ભગવાનની ભવ્‍ય મૂર્તિ

મુંબઇ,તા.૬: અનંત અંબાણીને લગ્નમાં દેશ-વિદેશના મહાનુભાવો તરફથી એક-એકથી ચડિયાતી ભેટસોગાદો મળી હશે, પણ દાદી કોકિલાબહેને પૌત્રને જે આપ્‍યું છે એ અનંત માટે સૌથી વિશેષ હોવાનું એમાં બેમત નથી

કોકિલાબહેને અનંતને લગ્ન નિમિત્તે આશીર્વાદરૂપે શ્રીનાથજી ભગવાનની ભવ્‍ય મૂર્તિ ભેટ આપી છે. રાજભોગનાં દર્શનની શ્રીનાથજીની ૬ ઇંચની આ મૂર્તિ સોનાની છે અને એમાં અજોડ હીરા, માણેક અને પન્ના જડવામાં આવ્‍યા છે.

(9:44 AM IST)