News of Tuesday, 6th August 2024
બાંગ્લાદેશની સત્તા સંભાળશે ચીન-પાકિસ્તાન તરફી ઝૂકાવ ધરાવતા પક્ષો
ભારતની ચિંતા વધી :માતાએ પરિવારના આગ્રહથી દેશ છોડયો, રાજકીય વાપસી નહીં કરેઃ હસીનાના પુત્ર સજીબનો દાવો

નવી દિલ્હી તા. ૬ :.. બાંગ્લાદેશમાં શેખ હસીના સરકારના તખ્તાપલટ બાદ નોબલ વિજેતા મુહમ્મદ યુનુસની આગેવાની વચગાળાની સરકાર બનનાર છે. નવી સરકારથી વિદેશી કુટ નીતિમાં પણ બદલાવ આવશે.
આ કારણથી ભારતની ચિંતા વધી છે. બાંગ્લાદેશ નેશનલ પાર્ટી અને જમાત-એ-ઇસ્લામી જેવા પક્ષો સત્તામાં આવી શકે છે. આ પક્ષોનો ઝૂકાવ ચીન અને પાકિસ્તાન તરફ છે. ભારત-બાંગ્લાદેશ વચ્ચે ૪૦૯૬ કિ.મી. લાંબો વિશ્વની પાંચમી સૌથી મોટી ભૂમિગત બોર્ડર છે. જે દેશના પાંચ રાજયો સાથે સંકળાયેલી છે.શેખ હસીના હંમેશા ભારત તરફી રહ્યા છે. તેમના કાર્યકાળમાં બન્ને દેશો વચ્ચે ઊર્જા, કનેકટીવીટી અને મુળભુત પાયાના ક્ષેત્રોમાં ખૂબ જ કામ થયું છે. ઉપરાંત વેપાર ક્ષેત્રમાં પણ બન્ને દેશોનો સહયોગ સારો રહ્યો છે.
શેખ હસીનાના પુત્ર સજીબે જણાવેલ કે, માતા હવે રાજકીય વાપસી નહીં કરે. તેમણે પરિવારના આગ્રહથી દેશ છોડયો છે. આ દાવો ભારત માટે ચિંતાનો વિષય બન્યો છે.
(11:39 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
