<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 6th August 2024

રેલવેમાં ફરી બમ્પર ભરતી :ઉમેદવારો ફટાફટ કરો એપ્લાય :17 ઓગસ્ટથી અરજી પ્રક્રિયા શરૂ : જાણો અંતિમ તારીખ

ઓફિશ્યલ વેબસાઈટ indianrailways.gov.in પર એપ્લિકેશન લિંક એક્ટિવ થયા બાદ ફોર્મ ભરી શકે

નવી દિલ્હી : રેલવેમાં નવી ભરતી બહાર પડી છે. જેના માટે 17 ઓગસ્ટથી અરજી પ્રક્રિયા શરૂ થઈ રહી છે. એવામાં જે પણ ઉમેદવાર RRBની આ ભરતીમાં શામેલ થવા ઈચ્છે છે તે ઓફિશ્યલ વેબસાઈટ indianrailways.gov.in પર એપ્લિકેશન લિંક એક્ટિવ થયા બાદ ફોર્મ ભરી શકે છે.

રેલવેમાં નવી ભરતીની રાહ જોઈ રહેલા યુવાનો માટે એક મોટી ખબર સામે આવી છે. હાલમાં જ રેલવે રિક્રૂટમેન્ટ બોર્ડે પેરા મેડિકલ ભરતી ઓફિશ્યલ નોટિફિકેશન જાહર કર્યું છે

  ત્યાં જ એપ્લિકેશન ફોર્મ સબમિટ કરવાની છેલ્લી તારીખ 16 સપ્ટેમ્બર 2024 છે. આ સમયદરમિયાન આરઆરબીની ઓફિશ્યલ વેબસાઈટ indianrailways.gov.in પર જઈને પોતાના રીજન અનુસાર અરજી કરી શકો છો.

રેલવેની આ ભરતી નર્સિંગ સુપરિટેન્ડેટ, સ્પીચ થેરેપી, ફિલ્ડ વર્કર, ઈસીજ ટેક્નીશિયન, ડાયટીશિયનથી લઈને વિવિધ પદો પર બહાર પાડવામાં આવી છે.

આ સરકારી નોકરી પર અરજી કરવા માટે ઉમેદવારોની ન્યૂનતમ ઉંમર 18-21 વર્ષ અને વધારેમાં વધારે ઉંમર 33-43 વર્ષ પદાનુસાર હોવી જોઈએ. ભરતી સાથે સંબંધિત અન્ય યોગ્યતા ઉમેદવાર ઓફિશ્યલ નોટિફિકેસનમાં જોઈ શકે છે.

રેલવેની આ ભરતીમાં ઉમેદવારોનું સિલેક્શન કોમ્પ્યૂટર બેસ્ડ ટેસ્ટ એક્ઝામ દ્વારા કરવામાં આવશે. અરજી વખતે ઉમેદવારોને 500 રૂપિયા અરજી ચાર્જ આપવો પડશે.

ત્યાં જ એસસી, એસટી, એક્સ સર્વિસમેન, મહિલા, ટ્રાન્સજેન્ડર, ઈબીસી, પીડબ્લ્યૂડી વર્ગના લોકો માટે આ ચાર્જ 250 રૂપિયા હશે. ભરતી સાથે સંબંધિત અન્ય કોઈ પણ જાણકારી ઉમેદવાર ઓફિશ્યલ વેબસાઈટ વિઝિટ કરી કરી શકે છે.

(1:16 PM IST)