તા. ૧૨ ડિસેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર વદ – ૮ શુક્રવાર
News of Tuesday, 6th August 2024
કટ્ટરવાદીઓ હિન્દુઓ અને હિન્દુ મંદિરો ઉપર હુમલાઓ કરી રહ્યા છે
શેખ હસીનાના પુત્રનો ચોંકાવનારો દાવો : કહ્યું મારી માતા કયારેય બાંગ્લાદેશ પાછા નહીં ફરે

નવી દિલ્હી : બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીના પોતાના દેશમાંથી ૪૫ મિનિટના અલ્ટીમેટમ બાદ જીવ બચાવવા હેલિકોપ્ટરમાં બેસી ભારત (દિલ્હી) આવી પહોંચેલ છે. હજુ કયા દેશમાં આશરો લેશે તે નક્કી નથી.
દરમિયાન શેખ હસીનાના પુત્ર સાજી વાજેદે કહ્યું છે કે તેની માતા હવે કયારેય બાંગ્લાદેશ પરત નહીં ફરે. તેણે કહેલ કે દર વખતે દેશને બચાવવાના પ્રયાસોથી તેનો પરિવાર થાકી ગયો છે.
સાજીબે ચોંકવનારો દાવો કરતાં કહ્યું કે ફંડામેન્ટાલીસ્ટો હવે બાંગ્લાદેશમાં હિન્દુ ઉપર હુમલાઓ કરી રહ્યા છે અને હિન્દુ મંદિરો સળગાવી રહ્યા છે.
મારી માતાએ બાંગ્લાદેશની સકલ બદલી નાખી છે. જ્યારે તેણે સત્તા સંભાળી ત્યારે આ દેશ ગરીબ અને પછાત બની ગયો હતો અને આજે બાંગ્લાદેશ એશિયાનો એક વિકસિત દેશ બની ગયો છે.
આવા સમયમાંથી મારો પરિવાર ત્રણ વખત પસાર થયો છે ૩ બળવા જોયા છે હવે બહુ થયું દેશ હવે તેના પ્રશ્નોનો ઉકેલ જાતે લાવે તેમ સાજીબે કહ્યું છે હતું.
(1:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
