<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 6th August 2024

ભાજપના વરીષ્‍ઠ નેતા અને પૂર્વ નાયબ વડાપ્રધાન લાલકૃષ્‍ણ અડવાણીની ફરી તબિયત લથડીઃ દિલ્‍હીની એપોલો હોસ્‍પિટલમાં દાખલ કરાયા

એક જ મહિનામાં ત્રીજી વખત બિમાર પડતા ભાજપના આગેવાનો તથા પરિવારજનોમાં ભારે ચિંતાઃ ૯૬ વર્ષના એલ.કે. અડવાણી જુલાઇ મહિનામાં બિમાર પડયા બાદ ફરી તબિયત બગડી

નવી દિલ્‍હી,તા. પઃ ભાજપના પીઢ નેતા અને પૂર્વ ડેપ્યુટી પ્રાઈમ મિનિસ્ટર લાલકૃષ્ણ અડવાણીની તબિયત ફરી લથડી છે અને તેમને હોસ્પિટલમાં દાખલ કરાયાં છે.

ભાજપના પીઢ નેતા અને પૂર્વ ડેપ્યુટી પ્રાઈમ મિનિસ્ટર લાલકૃષ્ણ અડવાણી તબિયત દિન પ્રતિદિન કથળી રહી છે. આજે ફરી વાર તબિયત લથડતાં અડવાણીને દિલ્હીની એપોલો હોસ્પિટલમાં દાખલ કરાયાં હતા જ્યાં તેમની તબિયત સ્થિર હોવાનું જણાવાઈ રહ્યું છે.

લાલકૃષ્ણ અડવાણી હાલમાં 96 વર્ષના છે. હાલમાં તેઓ ડોક્ટરોની દેખરેખ હેઠળ છે. ઉલ્લેખનીય છે કે જુલાઈ 2024માં પણ અડવાણી બે વાર બીમાર પડ્યાં હતા અને એક વાર ઓગસ્ટમાં એટલે એક મહિનામાં તેઓ 3 વાર બીમાર પડ્યાં છે. ભાજપના દિગ્ગજ નેતા અને ભૂતપૂર્વ નાયબ વડા પ્રધાન લાલ કૃષ્ણ અડવાણીને જુલાઈમાં પણ બીમાર પડ્યાં હતા. તે વખતે તેમની યુરોલોજી, કાર્ડિયોલોજી અને જેરીયાટ્રીકની તપાસ કરાઈ હતી.

ભાજપના દિગ્ગજ નેતા લાલકૃષ્ણ અડવાણીનું હેલ્થ હવે દિન પ્રતિદિન ખરાબ થવા લાગ્યું છે. બીમાર પડવાનું તેમનું પ્રમાણ પણ વધી રહ્યું છે. હવે સમાચાર છે કે આજે ફરી વાર તબિયત લથડતાં અડવાણીને દિલ્હીની એપોલો હોસ્પિટલમાં દાખલ કરાયાં હતા.

8 નવેમ્બર, 1927ના રોજ કરાચી (હવે પાકિસ્તાનમાં)માં જન્મેલા અડવાણીને 30 માર્ચ, 2024ના રોજ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા ભારત રત્નથી નવાજવામાં આવ્યા હતા. એક રાજકારણી હોવાની સાથે અડવાણીની ગણતરી શક્તિશાળી વક્તાઓમાં પણ થાય છે. તેઓ એવા નેતાઓમાં સામેલ છે જેમણે રામ મંદિર આંદોલનમાં મોટી ભૂમિકા ભજવી હતી. અડવાણી એ નેતાઓમાંના એક છે જેમણે ભારતીય જનતા પાર્ટીનો પાયો નાખ્યો હતો. તેમણે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) સાથે કામ કરીને પોતાની રાજકીય કારકિર્દીની શરૂઆત કરી હતી. તેઓ ત્રણ વખત ભાજપના અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે. આ સાથે તેઓ દેશના નાયબ વડાપ્રધાન પણ રહી ચૂક્યા છે.

(3:41 PM IST)