<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 6th August 2024

શેખ હસીનાના ઘરે કામ કરતો નોકર ૨૮૪ કરોડની સંપત્તિનો માલિક

શેખ હસીનાએ ખાલી હાથે બાંગ્‍લાદેશ છોડયું શેખ હસીનાની કુલ સંપત્તિ ૪.૩૬ કરોડ બાંગ્‍લાદેશી ટાકા (૩.૧૪ કરોડ ભારતીય રૂપિયા) છે

ઢાકા, તા.૬: બાંગ્‍લાદેશમાં વધી રહેલા વિરોધ અને પોતાના જીવને ખતરો જોઈને પીએમ શેખ હસીનાને પોતાનું પદ છોડીને દેશ છોડીને ભાગી જવાની ફરજ પડી હતી. બાંગ્‍લાદેશમાં તખ્‍તાપલટ બાદ શેખ હસીનાને લઈને દુનિયાભરમાં અનેક ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. વિશ્વમાં સૌથી લાંબા સમય સુધી કોઈ દેશની સરકારના વડા રહેવાનો રેકોર્ડ શેખ હસીનાના નામે છે. કારણ કે, તેઓ ૨૦૦૯થી બાંગ્‍લાદેશમાં સત્તા પર છે. આશ્‍ચર્યની વાત એ છે કે શેખ હસીનાની કુલ સંપત્તિ તેમના નોકર કરતા ઘણી ઓછી છે.

હકીકતમાં, તાજેતરમાં એક સમાચાર સામે આવ્‍યા હતા કે શેખ હસીનાના ઘરે કામ કરતો નોકર ૨૮૪ કરોડ રૂપિયાની સંપત્તિનો માલિક છે. શેખ હસીનાએ આ મામલે તપાસના આદેશ આપ્‍યા હતા. તેના ઘરે કામ કરતા જહાંગીર આલમે ૨૮૪ કરોડ રૂપિયાની સંપત્તિ મેળવી છે અને તે અમેરિકામાં રહે છે. સવાલ એ છે કે જ્‍યારે શેખ હસીનાના નોકર પાસે આટલા પૈસા છે તો પછી શેખ હસીનાની નેટવર્થ કેટલી હશે?

૨૦૨૪ની શરૂઆતમાં યોજાયેલી સામાન્‍ય ચૂંટણી દરમિયાન શેખ હસીનાએ ચૂંટણી પંચને પોતાની સંપત્તિની વિગતો આપી હતી. કમિશનને સુપરત કરાયેલ એફિડેવિટ મુજબ, શેખ હસીનાની કુલ સંપત્તિ ૪.૩૬ કરોડ બાંગ્‍લાદેશી ટાકા (૩.૧૪ કરોડ ભારતીય રૂપિયા) છે. શેખ હસીનાએ જણાવ્‍યું કે તેમની આવકનો મોટો હિસ્‍સો ખેતીમાંથી આવે છે.

શેખ હસીનાના નામે ૬ એકર ખેતીની જમીન છે. મત્‍સ્‍ય ઉછેર પણ તેમની આવકનોસ્ત્રોત છે. શેખ હસીનાને ભેટમાં મળેલી કાર પણ છે. પીએમ તરીકે શેખ હસીનાને ૯,૯૨,૯૨૨.૦૦ રૂપિયા વાર્ષિક પગાર મળ્‍યો હતો. તમને જણાવી દઈએ કે ૨૦૦૯થી સત્તામાં રહેલી શેખ હસીના બાંગ્‍લાદેશના સંસ્‍થાપક શેખ મુજીબુર રહેમાનની પુત્રી છે.

(4:28 PM IST)