<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 7th August 2024

ડોક્‍ટર પર ફિદા થઈ યુવતીઃ ૮ વર્ષ સુધી જલસા કર્યા, ૧૦ વખત ગર્ભપાત કરાવ્‍યો, હવે એકલી મુકીને ભાગી ગયો

હાથરસ,તા.૭: ઉત્તર પ્રદેશ હાથરસ જિલ્લામાં લગ્નની લાલચ આપીને એક ડોક્‍ટરે યુવતીનું ૮ વર્ષ સુધી શારીરિક શોષણ કરતો રહ્યો. એટલું જ નહીં આ ડોક્‍ટરે તેનો ૧૦ વાર ગર્ભપાત પણ કરાવ્‍યો. પીડિતાએ મામલે પોલીસમાં ફરિયાદ કરતા આ શખ્‍સ વિરુદ્ધ કાર્યવાહી કરવાની માગ કરી છે.

પીડિતાનું કહેવું છે કે, તે પોતાની બહેન સાથે રહેતી હતી. ગુજરપુર પોલીસ સ્‍ટેશન હસાયનના રહેવાસી યુવક સંતોષ દીક્ષિતે તેની બહેન સાથે છેતરપીંડી કરી અને શારીરિક શોષણ કર્યું છે.

પોલીસને કરવામાં આવેલી ફરિયાદ અનુસાર, સંતોષ યુવતીની બહેન પાસે આવતો હતો. બંને વચ્‍ચે ધીમે ધીમે પ્રેમ થયો. બાદમાં મંદિર સામે ગળામાં માળા પહેરાવીને લગ્ન પણ કરી લીધા. ત્‍યારથી આ યુવક તેની બહેનનું શારીરિક શોષણ કરતો હતો. યુવક ડોક્‍ટર્સ હતો, તેથી જયારે પણ તે ગર્ભવતી થતી તો દવા આપીને ગર્ભપાત કરાવી દેતો હતો.

યુવતીનો એવો પણ આરોપ છે કે, જયારે પણ તે સંતોષને કહેતી કે તે હિન્‍દુ રીતિ રિવાજથી લગ્ન કરવા માગે છે તો આરોપી સંતોષ તેની સાથે મારપીટ કરતો હતો. લોક લાજના ડરે તેણે આ વાત કોઈને કહી નહીં. યુવકે આ દરમ્‍યાન પોતાના કામધંધા અને અન્‍ય જરુરિયાત માટે પીડિતા પાસેથી ૮ લાખ રૂપિયા પણ લીધા અને મોટી બહેનના લગભગ ૩૫ ગ્રામ સોનાના ઘરેણાં પણ લઈ ગયો. પાછા માગતા તેની સાથે મારપીટ કરતો હતો.

આ મામલે યુવતીએ પોલીસને બોલાવી હતી. યુવતીએ આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધીને કોતવાલી હસાયનમાં લેખિત ફરિયાદ આપી છે અને પોલીસ અધિકારીઓએ પણ પ્રાર્થના પત્ર આપ્‍યું છે. પોલીસ અધિકારીઓએ પીડિતાને યોગ્‍ય કાર્યવાહી કરવાનું આશ્વાસન આપ્‍યું છે. જો કે અત્‍યાર સુધીમાં યુવકની ધરુપકડ થઈ નથી. આ મામલે તપાસ થઈ રહી છે.

(9:38 AM IST)