તા. ૨૬ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર સુદ – ૬ બુધવાર
News of Wednesday, 7th August 2024
આદર પુનાવાલાએ લંડનમાં રૂ. ૧૪૪૬૦૦૦૦૦૦૦નું ઘર ખરીદ્યું
લંડનમાં બીજું સૌથી મોંઘુ ઘર ખરીદીને ધ ગ્રેટ અંબાણીઝને પાછળ મૂકી દીધા

લંડન,તા. ૭: લંડનમાં બીજું સૌથી મોંઘું ઘર ખરીદીને એક ભારતીયે ભારત જ નહીં પણ દુનિયાના ધનવાન ઉદ્યોગપતિમાંથી એક એવા મુકેશ અંબાણી ને પણ પાછળ છોડી દીધા છે. આ ઘરની કિંમત ૧,૪૪૬ કરોડ રૂપિયા હોવાનું કહેવાઈ રહ્યું છે. હવે તમને થશે કે ભાઈસાબ કોણ છે એ ભારતીય કે જેણે લંડનમાં બીજું સૌથી મોંઘુ ઘર ખરીદીને ધ ગ્રેટ અંબાણીઝને પાછળ મૂકી દીધા છે? ચાલો તમને એના વિશે જણાવીએ. આ વ્યક્તિ બીજું કોઈ નહીં પણ સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાના સીઈઓ આદર પૂનાવાલા છે અને આ સાથે જ તેમણે ઈતિહાસ રચી દીધો છે.
૪૨ વર્ષીય અબજોપતિ આદર પુનાવાલાએ હાઈડ પાર્ક નજીક ૧૦૦ વર્ષ જૂના એબરકોનવે હાઉસ ખરીદ્યું છે અને એવું કહેવાય છે કે આ ઘર પોલેન્ડના સૌથી અમીર વ્યક્તિ અને દિવંગત ઉદ્યોગપતિ જાન કુલજિકની દીકરી ડોમિનિકા કુલજિગનું હતું. જોકે, સુત્રોનું એવું કહેવું છે કે પુનાવાલા પરિવાર કાયમીસ્વરુપે બ્રિટને શિફટ થવાની યોજના નથી બનાવી રહ્યું. આ ઘર કંપની અને પરિવાર માટે બ્રિટનમાં રહેવા માટે એક આધારભૂત સ્તંભ તરીકે કામ કરશે.
આ ઘરની ગણતરી લંડનમાં વેચાયેલું સૌથી મોંઘું બીજા નંબરનું ઘર બની ગયું છે. વાત કરીએ સૌથી મોંઘા પહેલાં નંબરના ઘરની તો તે જાન્યુઆરી, ૨૦૨૦માં ૧૯,૦૦૦ કરોડ રૂપિયામાં વેચાયું હતું અને એક રિપોર્ટમાં કરાયેલા દાવા અનુસાર આ ઘર સાઉદી અરેબિયાના ભૂતપૂર્વ ક્રાઉન પ્રિન્સ સુલ્તાન બિન અબ્દુલ અઝીઝની પ્રોપર્ટી હતું એવરગ્રાંડેના સંસ્થાપક અને અધ્યક્ષ હૂઈ કા યાનને વેચવામાં આવ્યું હતું.
લંડનમાં અનેક ભારતીય ઉદ્યોગપતિઓના આલિશાન ઘર આવેલા છે અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીની સ્ટોક પાર્કમાં એક આલિશાન હોટેલ આવેલી છે. આ હોટેલમાં ૪૯ બેડરૂમ, ૧૩ ટેનિસ કોર્ટ, ૧૪ એકરનું પ્રાઈવેટ ગાર્ડન અને ૨૭ હોલનું ગોલ્ફ કોર્સ આવેલું છે અને મુકેશ અંબાણીએ આ હોટેલ, ૨૦૨૦માં ૫૨૯ કરોડ રૂપિયામાં ખરીદી હતી.
આ સિવાય લંડના પોશ એરિયામાં લક્ષ્મી મિત્તલના બંગલા પણ આવેલા છે. એવું કહેવાય છે કે બિશન એવેન્યુમાં સ્થિત સમર પેલેસ તેમની જ પ્રોપર્ટી છે. ૨૦૦૪માં કેસિંગ્ટન પેલેસ ગાર્ડનમાં ૧૨ બેડરૂમવાળા એક આલિશાન ઘરને તેમણે ૬૩૦ કરોડ રૂપિયામાં ખરીદ્યું હતું.
(9:38 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
