<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 7th August 2024

એક દિવસ માટે સ્‍થગિત કરાયા બાદ અમરનાથ યાત્રા પુનઃ શરૂ

જમ્‍મુ તા.૭: આ વર્ષે અમરનાથ યાત્રાના તીર્થયાત્રિકોની સંખ્‍યા પાંચ લાખને પાર કરી ચૂકી છે. યાત્રાના ઇતિહાસમાં અત્‍યાર સુધીમાં ત્રીજી વખત આટલી મોટી સંખ્‍યામાં ભક્‍તો દર્શન માટે પહોંચ્‍યા હતા.વાર્ષિક અમરનાથ યાત્રા મંગળવારે એક દિવસ માટે મુલતવી રાખ્‍યા પછી ફરી શરૂ થઈ ગઈ અને ૧,૮૦૦ થી વધુ શ્રદ્ધાળુઓ જમ્‍મુ બેઝ કેમ્‍પથી દક્ષિણ કાશ્‍મીર હિમાલયમાં બાબા બર્ફાનીની ગુફાના દર્શન કરવા માટે રવાના થયા. એક દિવસ માટે સ્‍થગિત કર્યા પછી અમરનાથ યાત્રા પુનઃ શરૂ કરવામાં આવી છે.૩૭૦ની કલમ હટયાને પાંચ વર્ષ થતા હોવાને કારણે સુરક્ષાને ધ્‍યાને રાખીને સોમવારે યાત્રા એક દિવસ માટે સ્‍થગિત કરવામાં આવી હતી પણ તે મંગળવારે ફરી શરૂ થતા જ બમ બમ ભોલેના નાદથી અમરનાથનો રસ્‍તો ગુંજી ઉઠ્‍યો છે. અધિકારીઓએ જણાવ્‍યું કે, સેન્‍ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (સીઆરપીએફ) અને પોલીસના એસ્‍કોર્ટ હેઠળ ૧,૮૭૩ યાત્રાળુઓની ૩૯મો બેચ બેઝ કેમ્‍પમાંથી નીકળો હતો. તેમણે જણાવ્‍યું કે આ તીર્થયાત્રીઓ જમ્‍મુના ભગવતી નગર બેઝ કેમ્‍પથી ૬૯ વાહનોના કાફલામાં સવારે ૩.૨૫ વાગ્‍યે રવાના થયા હતા. કલમ ૩૭૦ નાબૂદ કરવાની પાંચમી વર્ષગાંઠને ધ્‍યાનમાં રાખીને સાવચેતીના પગલા તરીકે યાત્રા સોમવારે મોકૂફ રાખવામાં આવી હતી. આ વખતે ૫૨ દિવસ લાંબી અમરનાથ યાત્રા ૨૯ જૂનથી શરૂ થઈ હતી અને રક્ષાબંધનના દિવસે ૧૯ ઓગસ્‍ટે પૂરી થશે. ત્‍યારે ભક્‍તોની ભીડ અટકી નથી રહી.(૨.૧૫)

(3:10 PM IST)