News of Wednesday, 7th August 2024
તમે ચેમ્પિયનોના ચેમ્પિયન છો, દેશનું ગૌરવ છો
વડાપ્રધાન મોદીએ વિનેશ ફોગાટને આશ્વાસન આપવા ટ્વીટ કર્યું

નવી દિલ્હી તા. ૭ : ભારતની સ્ટાર રેસલર વિનેશ ફોગાટનું પેરિસ ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતવાનું સપનું ચકનાચૂર થઈ ગયું છે. વિનેશ તેના ઐતિહાસિક ગોલ્ડ મેડલથી માત્ર એક જીત દૂર હતી, પરંતુ તે પહેલા ખરાબ સમાચાર આવ્યા. ૫૦ કિગ્રા કેટેગરીમાં ગોલ્ડ મેડલની મેચ પહેલા જ તેને વધારે વજનના કારણે ગેરલાયક ઠેરવવામાં આવી છે.ᅠ વિનેશ ફોગાટે મંગળવારે જ પેરિસ ઓલિમ્પિકની પ્રી-ક્વાર્ટર અને ક્વાર્ટર ફાઇનલ મેચ જીતીને મહિલા ફ્રી સ્ટાઇલ ૫૦ કિગ્રાની સેમિફાઇનલમાં જગ્યા બનાવી હતી. બીજી તરફ, વિનેશની મહેનત અને પરિશ્રમને બિરદાવવા તેમજ આવા સમયે તેને સાંત્વના આપવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને સંદેશો પાઠવ્યો છે.
પીએમ મોદીએ X પર પ્લેટફોર્મ પર લખ્યું કે, વિનેશ, તમે ચેમ્પિયોના ચેમ્પિયન છો, તમે ભારતનું ગૌરવ છો અને દરેક ભારતીય માટે પ્રેરણા છો. આજનો આંચકો દુઃખ આપે છે. હું ઈચ્છું છું કે શબ્દો નિરાશાની લાગણી વ્યક્ત કરી શકે જે હું અનુભવી રહ્યો છું. હું જાણું છું કે તમે સ્થિતિસ્થાપકતાનું પ્રતીક છો. પડકારોનો સામનો કરવાનો હંમેશા તમારો સ્વભાવ રહ્યો છે. મજબૂત રીતે તમે પાછા ફરો!
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિનેશ ફોગાટને પ્રોત્સાહિત કરતાં કહ્યું કે હું જાણું છું કે પડકારોનો હિંમતભેર સામનો કરવાનો તમારો હંમેશા સ્વભાવ રહ્યો છે. મજબૂત રીતે તમેᅠ પાછા આવો! અમે બધા તમારી સાથે છીએ.
પીએમ મોદીએ આ અંગે ભારતીય ઓલિમ્પિક સંઘના પ્રમુખ પીટી ઉષા સાથે પણ વાત કરી છે. વડાપ્રધાને પીટી ઉષા પાસેથી આ સમગ્ર ઘટનાક્રમની માહિતી લીધી અને તમામ વિકલ્પો પર પણ ચર્ચા કરી. વડા પ્રધાને તેમને વિનેશના કિસ્સામાં મદદ માટે તમામ વિકલ્પો શોધવા કહ્યું હતું.
(3:56 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
