News of Wednesday, 7th August 2024
ઓલિમ્પિક ચેમ્પિયન નીરજ ચોપરાનો ફાઈનલ મુકાબલો ક્યારે અને કેટલા વાગ્યે ?:જાણો ફ્રીમાં કઈ રીતે જોઈ શકાશે
નીરજ જેવલિન થ્રોની ફાઈનલ મેચ રમશે :સૌની નજર ગોલ્ડન થ્રો કરીને ઈતિહાસ રચવા પર રહેશે.

પેરિસ ઓલિમ્પિક 2024માં ભારતે અત્યાર સુધી માત્ર 3 મેડલ જીત્યા છે. ભારતને ત્રણેય મેડલ શૂટિંગમાંથી મળ્યા છે.
6 ઓગસ્ટના રોજ નીરજ ચોપરાએ 89.34 મીટર ભાલો ફેંકીને ફાઇનલમાં જગ્યા બનાવી અને ભારતની મેડલની આશા વધારી દીધી. હવે નીરજ જેવલિન થ્રોની ફાઈનલ મેચ રમાશે, જેમાં તેની નજર ગોલ્ડન થ્રો કરીને ઈતિહાસ રચવા પર રહેશે.?
'ગોલ્ડન બોય' નીરજ ચોપરાએ ટોક્યો ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. હવે નીરજ ચોપરા પેરિસ ઓલિમ્પિકમાં પણ આ જ પ્રદર્શનનું પુનરાવર્તન કરવા ઈચ્છશે. નીરજ ચોપરા હવે 8મી ઓગસ્ટે પુરૂષોની ભાલા ફેંક સ્પર્ધાની ફાઈનલ મેચમાં પોતાની તાકાત બતાવતો જોવા મળશે.
ફાઇનલ મેચ ભારતીય સમય અનુસાર રાત્રે 11.55 કલાકે શરૂ થશે. ગ્રુપ બીમાંથી નીરજ ઉપરાંત ભૂતપૂર્વ વર્લ્ડ ચેમ્પિયન ગ્રેનાડાના એન્ડરસન પીટર્સ (88.63 મીટર), કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલ વિજેતા પાકિસ્તાનના અરશદ નદીમ (86.59 મીટર), બ્રાઝિલના લુઈસ મૌરિસિયો ડા સિલ્વા (85.91 મીટર) અને મોલ્ડોવાના એડ્રિયન મેરાડિયર (84.13 મીટર)એ પણ સીધા ફાઇનલમાં પ્રવેશ જગ્યા બનાવી છે.
પેરિસ ઓલિમ્પિક 2024માં ભારતના સ્ટાર જેવલિન થ્રોઅર નીરજ ચોપરાની મેચ ગુરુવાર, 8 ઓગસ્ટના રોજ યોજાશે. તે ભારતીય સમય અનુસાર રાત્રે 11:55 વાગ્યે શરૂ થશે.
ભારતના સ્ટાર જેવલિન થ્રોઅર નીરજ ચોપરાની પેરિસ ઓલિમ્પિક 2024ની મેચનું ભારતમાં સ્પોર્ટ્સ 18 નેટવર્કની બહુવિધ ચેનલો પર જીવંત પ્રસારણ કરવામાં આવશે.
ભારતના સ્ટાર જેવલિન થ્રોઅર નીરજ ચોપરાની પેરિસ ઓલિમ્પિક 2024ની મેચનું લાઈવ સ્ટ્રીમિંગ JioCinema એપ અને વેબસાઈટ પર ઉપલબ્ધ થશે. આ ઉપરાંત, તમને ગુજરાતી જાગરણ પર મેચ સંબંધિત ક્ષણ-ક્ષણ અપડેટ્સ પણ મળશે.
(9:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
