<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 8th August 2024

પૂર્વ સાંસદ મોહમ્મદ શહાબુદ્દીનની પત્ની હીના શહાબની આરજેડીમાં થઇ શકે છે ઘરવાપસી

લાલુ પ્રસાદ યાદવ અને તેજસ્વી યાદવે શહાબુદ્દીનની પત્ની હિના શહાબ સાથે મુલાકાત કરી

નવી દિલ્હી : રાષ્ટ્રીય જનતા દળ (RJD)ના પૂર્વ સાંસદ બાહુબલી મોહમ્મદ શહાબુદ્દીનની પત્ની હીના શહાબ આરજેડીમાં પરત ફરી શકે છે. આરજેડી ચીફ લાલુ પ્રસાદ યાદવ અને બિહાર વિધાનસભાના વિરોધ પક્ષના નેતા તેજસ્વી યાદવે શહાબુદ્દીનની પત્ની હિના શહાબ સાથે મુલાકાત કરી છે. હીનાએ સીવાન સીટ પરથી અપક્ષ ઉમેદવાર તરીકે લોકસભાની ચૂંટણી લડી હતી, પરંતુ તેને હારનો સામનો કરવો પડ્યો હતો.

(12:01 AM IST)