News of Thursday, 8th August 2024
મોહમ્મદ યુનુસે રાજગાદી સાંભળતા પીએમ મોદીનું નિવેદન: સળગતા બાંગ્લાદેશ વિશે કહી મોટી વાત
પીએમ મોદીએ લખ્યું-શાંતિ, સુરક્ષા અને વિકાસ માટેની આપણા બંને લોકોની સહિયારી આકાંક્ષાઓને પૂર્ણ કરવા માટે ભારત બાંગ્લાદેશ સાથે કામ કરવા પ્રતિબદ્ધ

મોહમ્મદ યુનુસે બાંગ્લાદેશની કમાન સંભાળી છે. તેમણે બાંગ્લાદેશના પીએમ તરીકે શપથ લીધા, ત્યારબાદ વડાપ્રધાન મોદીનું નિવેદન પણ સામે આવ્યું છે વડા પ્રધાન મોદીએ મોહમ્મદ યુનુસને વડા પ્રધાન તરીકે શપથ લેવા બદલ અભિનંદન આપ્યા છે અને બાંગ્લાદેશ સાથે ભારતના સંબંધો વિશે પણ વાત કરી છે.
પીએમ મોદીએ X પર લખ્યું- પ્રોફેસર મુહમ્મદ યુનુસને તેમની નવી જવાબદારીઓ સંભાળવા પર મારી શુભેચ્છાઓ. અમે હિંદુઓ અને અન્ય તમામ લઘુમતી સમુદાયોની સુરક્ષા સુનિશ્ચિત કરીને સામાન્ય સ્થિતિમાં વહેલા પાછા આવવાની આશા રાખીએ છીએ. શાંતિ, સુરક્ષા અને વિકાસ માટેની આપણા બંને લોકોની સહિયારી આકાંક્ષાઓને પૂર્ણ કરવા માટે ભારત બાંગ્લાદેશ સાથે કામ કરવા પ્રતિબદ્ધ છે.
આ પહેલા મોહમ્મદ યુનુસે કહ્યું હતું કે હું સૌથી પહેલા દેશને અરાજકતાથી બચાવવા પર ભાર આપવા માંગુ છું. દેશને હિંસાથી બચાવો જેથી વિદ્યાર્થીઓએ અમને બતાવેલા માર્ગ પર આગળ વધી શકીએ. બાંગ્લાદેશ એક સુંદર દેશ બની શકે છે. તેમાં જબરદસ્ત ક્ષમતા છે, જે વેડફાઈ ગઈ છે. હવે આપણે બીજની પથારી તૈયાર કરવી જોઈએ, અને આપણે ફરી ઊઠવું જોઈએ. તમે, યુવાનો, બીજની પથારી તૈયાર કરશો. અમે તેમનું સન્માન કરીશું અને તેમની સૂચના મુજબ આગળ વધીશું
યુનુસે તેમના અભિયાન માટે યુવાનોની પ્રશંસા કરી અને બાંગ્લાદેશનો બીજો "વિજય દિવસ" તરીકે ઓળખાવ્યો તે બદલ તેમનો આભાર વ્યક્ત કર્યો. તેમણે કહ્યું હતું કે જો તમને મારામાં વિશ્વાસ છે તો ખાતરી કરો કે દેશમાં ક્યાંય પણ હુમલો નહીં થાય. આ અમારી પ્રથમ જવાબદારી છે
(9:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
