તા. ૧૧ ડિસેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર વદ – ૭ ગુરૂવાર
News of Friday, 9th August 2024
ઓલિમ્પિક ઈતિહાસમાં પહેલીવાર ભારત મેડલ ટેલીમાં પાકિસ્તાન કરતા નીચું:જાણો ભારત કયા નંબર પર છે?
મેડલ ટેલીમાં પહેલીવાર પાકિસ્તાને ભારતને પાછળ છોડી દીધું:પાકિસ્તાન પાસે હાલમાં એક ગોલ્ડ મેડલ અને ભારત પાસે 1 સિલ્વર અને 4 બ્રોન્ઝ

નવી દિલ્હી :પેરિસ ઓલિમ્પિક 2024માં ભારતીય ખેલાડીઓનું પ્રદર્શન ખૂબ જ નિરાશાજનક રહ્યું છે. આ વખતે ભારત તરફથી 10થી વધુ મેડલની અપેક્ષા હતી. પરંતુ ટીમ અત્યાર સુધી માત્ર 5 મેડલ જીતવામાં સફળ રહી છે. આ વખતે ભારતે એક પણ ગોલ્ડ મેડલ જીત્યો નથી. વિનેશ ફોગાટ અને નીરજ ચોપરાએ ગોલ્ડ મેડલની આશા જગાવી હતી. પરંતુ વધુ વજન હોવાના કારણે ફોગાટને ગેરલાયક ઠેરવવામાં આવ્યો હતો. જ્યારે નીરજ ચોપરાએ પાકિસ્તાનના અરશદ નદીમના હાથે અપસેટનો સામનો કરવો પડ્યો છે.
આ રીતે પહેલીવાર પાકિસ્તાન મેડલ ટેલીમાં ભારતથી આગળ થઈ ગયું છે. ભારતે ભલે પાંચ મેડલ જીત્યા હોય, પરંતુ ઓલિમ્પિકમાં મેડલ ટેલીની રેન્કિંગ ગોલ્ડ મેડલના આધારે નક્કી કરવામાં આવે છે. પાકિસ્તાન પાસે હાલમાં એક ગોલ્ડ મેડલ છે અને ભારત પાસે 1 સિલ્વર અને 4 બ્રોન્ઝ છે. આવી સ્થિતિમાં માત્ર એક જ મેડલ હોવા છતાં પાકિસ્તાન 53માં નંબર પર છે. જ્યારે ભારતનો રેન્ક 64 છે.
અમેરિકાએ પેરિસ ઓલિમ્પિક મેડલ ટેલીમાં ટોચ પર પોતાની લીડ જાળવી રાખીને 100 મેડલનો આંકડો પાર કર્યો છે. અમેરિકાએ 30 ગોલ્ડ, 38 સિલ્વર અને 35 બ્રોન્ઝ મેડલ સહિત 103 મેડલ જીત્યા છે અને તે ટેબલમાં ટોચ પર છે.
ચીન 29 ગોલ્ડ, 25 સિલ્વર અને 19 બ્રોન્ઝ (કુલ 73 મેડલ) સાથે બીજા ક્રમે જ્યારે ઓસ્ટ્રેલિયા 18 ગોલ્ડ, 14 સિલ્વર અને 13 બ્રોન્ઝ સહિત કુલ 45 મેડલ સાથે ત્રીજા ક્રમે છે. યજમાન ફ્રાન્સ 14 ગોલ્ડ, 19 સિલ્વર અને 21 બ્રોન્ઝ સહિત 54 મેડલ સાથે ચોથા સ્થાને છે. બ્રિટન 13 ગોલ્ડ, 17 સિલ્વર અને 21 બ્રોન્ઝ મેડલ જીતીને કુલ 51 મેડલ સાથે પાંચમા સ્થાને છે.
ટોચના 5માં 1) અમેરિકા (30 ગોલ્ડ, 38 સિલ્વર અને 35 બ્રોન્ઝ); કુલ 103 2) ચીન (29 ગોલ્ડ, 25 સિલ્વર અને 19 બ્રોન્ઝ); કુલ 73 3) ઓસ્ટ્રેલિયા (18 ગોલ્ડ, 14 સિલ્વર અને 13 બ્રોન્ઝ); કુલ 45 4) ફ્રાન્સ (14 ગોલ્ડ, 19 સિલ્વર અને 21 બ્રોન્ઝ); કુલ 54 5) ગ્રેટ બ્રિટન (13 ગોલ્ડ, 17 સિલ્વર અને 21 બ્રોન્ઝ); કુલ 51 53) પાકિસ્તાન (1 ગોલ્ડ); કુલ 1 64) ભારત (1 સિલ્વર અને 4 બ્રોન્ઝ); કુલ 5
(12:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
