<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 9th August 2024

લાગુ થયા બાદ હજારો વેપારીઓને આરસીએમની નોટિસ ૧૮ ટકા પ્રમાણે આરસીએમ ભરવાનો નિયમ લાગુ થયો હતો

આરસીએમ મુદ્દે વેપારીઓએ વિરોધ કરી વખતોવખત રજુઆત કરી હતી

મુંબઇ, તા.૯: જીએસટી લાગુ થયા બાદ આરસીએમ ભરપાઇ કરવા મુદ્દે વેપારીઓ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો હતો. તેમજ તેને લાગુ નહી કરવા માટે વખતો વખત રજૂઆત પણ કરવામાં આવી હતી. તેમ છતાં તે માટેના પગલાં ભરવામાં આવ્યા નહોતા. પરંતુ વર્ષ ૨૦૧૭-૧૮ના કેસની નોટિસ આપવાના છેલ્લા દિવસે હજારો વેપારીઓને આરસીએમ ભરવા માટે નોટિસ ફટકારવામાં આવી છે. તેના કારણે વેપારીઓ દોડતા થઇ ગયા છે.

વેપારી દ્વારા કોઇ પણ વસ્તુ પર વધારાનું વર્ક કરાવવામાં આવે અથવા તો અન્ય સર્વિસ લેવામાં આવી હોય તેવા કિસ્સામાં ૧૮ ટકા લેખે આરસીએમ ભરપાઇ કરવાનો નિયમ બનાવવામાં આવ્યો છે. પરંતુ મોટા ભાગના વેપારીઓ દ્વારા તે ભરપાઇ કરવામાં આવ્યો નહોતો.  જયારે જીએસટી વિભાગે વર્ષ ૨૦૧૭-૧૮ના કેસની નોટિસ આપવાની છેલ્લી તા.૫ ઓગષ્ટ હોવાના કારણે હજારો વેપારીઓને આરસીએમ ભરવા માટે નોટિસ આપી છે. સાથે સાથે વેપારીઓને વર્ષ ૨૦૧૭-૧૮ ઉપરાંત ૨૦૧૮-૧૯, ૨૦૧૯-૨૦માં પણ આરસીએમ ભરપાઇ કર્યો નહી હોવાની નોટિસ આપવામાં આવી છે. તેના લીધે વેપારીઓ પણ મોટું આર્થિક ભારણ આવ્યુ છે

(1:52 PM IST)