News of Friday, 9th August 2024
પૂર્વોત્તર રાજયોમાં ૧૪મી સુધી ભારે વરસાદની શકયતાઃ દિલ્હીમાં યલો એલર્ટ
ઉત્તરાખંડ-હિમાચલમાં ૧૦૦થી વધુ માર્ગો બંધઃ યુપી-બિહારમાં ર૪ કલાકમાં જોરદાર વરસાદની આગાહી

નવી દિલ્હી તા. ૯: રાજધાની દિલ્હી-એનસીઆર સહીત ઉતર ભારતના ઘણા રાજયોમાં જોરદાર વરસાદ પડી રહ્યો છે. હવામાન ખાતાએ દિલ્હી માટે યલો એલર્ટ જાહેર કર્યું છે. ૧૩ ઓગસ્ટ સુધીમાં વરસાદની આશા છે.
જોરદાર વરસાદના કારણે ઉત્તરાખંડ, હિમાચલ સહિત ઘણા રાજયોમાં લેન્ડ સ્લાઇડની ઘટના બની છે. જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે. ૧૦૦થી વધુ માર્ગો ઉપર વાહન વ્યવહાર પ્રભાવિત બન્યો છે.
હવમાન ખાતા મુજબ આજે દિલ્હી-એનસીઆર હળવા વરસાદથી ભીંજાશે. ઉપરાંત યુપી, બિહારના જીલ્લાઓમાં આવતા ર૪ કલાકમાં ભારે વરસાદની શકયતા દર્શાવાઇ છે. ઝારખંડના પાંચ જીલ્લાઓમાં આજે વરસાદનું એલર્ટ જાહેર કરાયું છે. જમશેદપુર, દેવધર, રાંચી, પલામુ તથા હઝારીબાગમાં ભારે વરસાદની સંભાવના છે.
આસામ-મેઘાલયના ઘણા જીલ્લાઓમાં જોરદાર વરસાદની આગાહી છે. ૧૪મી સુધીમાં અરૂણાચલ, આસામ, મેઘાલયન, નાગાલેન્ડ, મણીપુર, મીઝોરમ તથા ત્રિપુરાના વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદની આશા છે.
(3:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
