News of Friday, 9th August 2024
જમ્મુ કાશ્મીરમાં ચૂંટણી પંચની મુલાકાતના પગલે ભાજપાએ શરૂ કરી ઉમેદવાર પસંદગીની પ્રક્રિયા

જમ્મુ તા. ૯: ભારતીય ચુંટણી પંચની ટીમના એક દિવસીય જમ્મુ કાશ્મીર પ્રવાસ સાથે જ ભાજપાએ જમ્મુ કાશ્મીરમાં આગામી વિધાનસભા ચુંટણી માટે ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયા શરૂ કરી દીધી છે.
ભારતીય ચુંટણી પંચની ટીમ ગુરૂવારે આ કેન્દ્ર શાસ્તિ પ્રદેશ પહોંચી હતી અને તેણે રાજકીય પક્ષો ઉપરાંત પોલિસ અને પ્રશાસનના અધિકારીઓ સાથે ચુંટણી યોજવાની શકયતાઓ પર ચર્ચા કરી હતી.
ભાજપાના ઉચ્ચ પદે બિરાજેલ સુત્રો અનુસાર, પક્ષે એવા ઇસચ્છુક ઉમેદવારોનો બાયોડેટા મંગાવ્યો છે, જેમની પાસે કામનો અનુભવ છે અને જેમણે પક્ષ અને સમાજમાં મહત્વનું યોગદાન આપેલ છે. પ્રતિક્રિયા બહુ સકારાત્મક રહી છે, ઘણાં ઉમેદવારોએ પહેલા જ પોતાનો બાયોડેટા જમા કરાવી દીધો છે. મળેલ બાયોડેટાને ભાજપા દ્વારા શોર્ટલીસ્ટ કરવામાં આવશે, પછી યાદી પક્ષના હાઇકમાંડને મોકલી અપાશે.
ભાજપાના સુત્રોએ જણાવ્યું કે હાઇકમાંડ પક્ષના જમ્મુ કાશ્મીર એકમ દ્વારા રજૂ કરાયેલ યાદીમાંથી ઉમેદવારોને અંતિમ રૂપ આપશે. તેમનું કહેવું હતું કે જમ્મુ કાશ્મીર ભાજપા ઉમેદવારો શોર્ટલીસ્ટ કરતી વખતે અન્ય બાબતોની સાથે પક્ષ અને સમાજ માટે જે તે ઉમેદવારના યોગદાનનો મુદ્દો પણ ધ્યાનમાં રાખશે.
એવું કહેવાઇ રહ્યું છે કે આગામી ચુંટણી મહત્વપૂર્ણ છે કેમકે તે કલમ ૩૭૦ની નાબુદી અને પરિસીમન પછી થઇ રહી છે. પરિસીમન પછી વિધાનસભાની કુલ બેઠકો ૮૩ થી વધીને ૯૦ થઇ છે. જમ્મુ ડીવીઝનમાં હવે ૪૩ બેઠકો છે જયારે કાશ્મીરમાં ૪૭ બેઠકો છે. જમ્મુ ક્ષેત્રમાં વધેલી બેઠકો પર ભાજપાની નજર છે.
(4:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
