News of Friday, 9th August 2024
અનંત-રાધિકાએ હનીમૂન માટે પસંદ કર્યો લકઝરી રિસોર્ટઃ એક રાત રોકાવાનું ભાડું...અધધ ૨૫ લાખ રૃપિયાથી વધુ
કપલ કોસ્ટા રિકામાં પોતાનું હનીમૂન માણી રહ્યું છે

મુંબઇ, તા.૯: મુકેશ અંબાણી અને નીતા અંબાણીના સૌથી નાના પુત્ર અનંત અંબાણીના ૧૨ જુલાઈએ રાધિકા મર્ચન્ટ સાથે ભવ્ય સમારોહમાં લગ્ન થયા. આ લગ્ન દુનિયાના અત્યાર સુધીમાં સૌથી મોંઘા લગ્ન કહેવાય છે. લગ્ન બાદ નવપરણિત દંપત્તિએ પેરિસ ઓલિમ્પિકમાં હાજરી પૂરાવી અને ત્યારબાદ અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ કથિત રીતે કોસ્ટા રિકામાં પોતાનું હનીમૂન માણી રહ્યા છે. માઈગ્રેશનના જનરલ ડાયરેકટોરેટ મુજબ અનંત અને રાધિકા ૧ ઓગસ્ટના રોજ કોસ્ટા રિકા પહોંચ્યા.
રિપોર્ટ્સ મુજબ નવપરિણીત દંપત્તિ હાલ ગુઆનાકાસ્ટના સુપર્બ એરિયામાં આવેલા એક ભવ્ય ફોર સીઝન્સ રિસોર્ટ કાસા લાસ ઓલાસમાં રોકાયા છે. એવું કહેવાય છે કે આ રિસોર્ટમાં એક રાત રોકાવવાનું ભાડું ઼૩૦,૦૦૦ એટલે કે અંદાજે ૨૫ લાખ રૃપિયાથી વધુ થાય છે.
Casa Las Olas એક શાનદાર રિસોર્ટ છે. જ્યાંથી પ્રીતા ખાડી દ્રશ્યમાન છે. એક રિપોર્ટ મુજબ અનંત અને રાધિકાનું હનીમૂન તેમના લગ્નની જેમ જ ખુબ મોંઘુદાટ છે. આ કપલ જે રિસોર્ટમાં રોકાયું છે તેમાં અનેક જબરદસ્ત સુવિધાઓ છે. The Tico Times એક છ બેડરૃમવાળો લકઝરી રિસોર્ટ છે. જે ૧૮,૪૭૫ વર્ગફૂટમાં ફેલાયેલો છે. આ રિસોર્ટ ઓલાસ પ્રીતા ખાડી પાસે છે જ્યાંથી અનેક સુંદર દ્રશ્યો જોવા મળે છે. રિસોર્ટમાં ખુબ જ ખુલ્લી જગ્યા,તાડના ઝાડ વગેરે છે. માસ્ટર બેડરૃમથી વિરડોર બીચના ખડકો અને પાણીનો નજારો દેખાય છે. આ પ્રોપર્ટીમાં એક અત્યાધુનિક મીડિયા રૃમ અને એક વિશાળ આઉટડોર મનોરંજન ક્ષેત્ર પણ છે. જે એક શાનદાર ૧૦૦ ફૂટ પૂલથી ઘેરાયેલો છે.
અત્રે જણાવવાનું કે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન એક હાઈ પ્રોફાઈલ સમારોહ હતો જેમાં અનેક ગણમાન્ય અતિથિઓએ ભાગ લીધો હતો. જેમાં ઈવાંકા ટ્રમ્પ, માર્ક ઝુકરબર્ગ, બિલ ગેટ્સ, જસ્ટિન બીબર અને કાર્દશીયન બહેનો પણ સામેલ હતા. લગ્નમાં વાસ્તવિક કેટલો ખર્ચો થયો તે તો હજુ સામે આવ્યું નથી. પરંતુ અનેક રિપોર્ટ્સમાં જણાવાયું છે કે મુકેશ અંબાણીએ અનંત અને રાધિકાના લગ્ન પર ૫૦૦૦ કરોડ રૃપિયા ખર્ચ્યા.
(4:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
