News of Friday, 9th August 2024
મહારાષ્ટ્રના નંદુરબારથી 'સ્ટેચ્યુ ઑફ યુનિટી' સુધી ક્રુઝ સર્વિસ શરૂ થશે
મહારાષ્ટ્ર સરકારે પ્રવાસનને વેગ આપવા માટે નવી ટૂરિઝમ પૉલિસી બનાવી

મહારાષ્ટ્ર સરકારે પ્રવાસનને વેગ આપવા માટે નવી ટૂરિઝમ પૉલિસી બનાવી છે. જે અંતર્ગત ટૂરિઝમ અને હોસ્પિટાલિટી સેક્ટરને પ્રોત્સાહન આપવા માટે ચાલુ વર્ષે 1666 કરોડની રાહત આપવામાં આવી છે. નવી પ્રવાસન નીતિ રિવર ક્રૂઝને કેન્દ્રમાં રાખીને બનાવવામાં આવી છે. જેના માટે રાજ્યના નંદુરબારથી ગુજરાતના સ્ટેચ્યૂ ઑફ યુનિટી સુધીની ક્રૂઝ સેવા શરૂ કરવાનો પ્રોજેક્ટ હાથ ધરવામાં આવશે. આ ઉપરાંત રાજ્યની ગોદાવરી, વશિષ્ટી સહિતની અન્ય નદીઓમાં પણ ક્રુઝ પ્રવાસન વિક્સાવવામાં આવશે
એકનાથ શિંદે સરકારે નવી પ્રવાસન નીતિ અંતર્ગત 1 લાખ કરોડનું રોકાણ મેળવવાનો ટાર્ગેટ રાખ્યો છે. આ માટે આગામી 10 વર્ષ સુધી રાહતો ચાલુ રહેશે. આ દરિયાન નવી 18 લાખ રોજગારીનું સર્જન થવાનો અંદાજ મૂકવામાં આવ્યો છે.
રાજ્યમાં પ્રવાસન ક્ષેત્રે રોકાણ વધારવા માટે છૂટછાટ આપવામાં આવી રહી છે. જે અંતર્ગ મૂડી રોકાણના 15-20 ટકા અથવા 15 થી 20 કરોડ બે પૈકી જે ઓછું હોય તેમાં 50 થી 100 ટકા SGST રાત મળશે. આ સિવાય ઈલેક્ટ્રીસિટી અને સ્ટેમ્પ ડ્યુટીમાં તેમજ લોન પર 5 ટકા વ્યાજની રાહત આપવામાં આવશે.
અત્યારે દેશમાં પ્રવાસન ક્ષેત્રે મહારાષ્ટ્રનું પાંચમું સ્થાન છે. જ્યાં દર વર્ષે 15.50 કરોડ પ્રવાસીઓ આવે છે. આ સંખ્યામાં આગામી દિવસોમાં 31 કરોડ પર પહોંચાડવાનો લક્ષ્યાંક આપવામાં આવ્યો છે.
આ સાથે જ સ્થાનિક લોકોને રોજગારી મળે તેવા આશયથી રાજ્યમાં 50 ટુરિસ્ટ સ્પૉટ વિકસાવવાનું કહેવામાં આવ્યું છે. જેના માટે સાંસ્કૃતિક તથા હેરિટેજ, આધ્યાત્મિક, એડવેન્ચર, ઈકો, વેલનેસ, બીચ જેવી અલગ-અલગ થીમ નકકી કરવામાં આવી છે. તેમાં રિવર ટુરીઝમને કેન્દ્રમાં રાખવામાં આવ્યુ છે. નર્મદા, ગોદાવરી, વશિષ્ઠી, સાવિત્રી, કિષ્ના,તાપી જેવી નદીઓ છે જેમાં ક્રુઝ ટુરિઝમ વિકસાવવાનો ઈરાદો છે.
નર્મદા નદી આધારિત ફૂઝ પ્રોજેક્ટ હેઠળ નંદુરબાર ખાતેના સરદાર સરોવર ડેમના ભાગથી મધ્ય પ્રદેશને સાંકળીને ગુજરાત સુધીની રીવર ક્રુઝ શરૂ થશે. કોંકણ, નાસિક, પુના તથા નાગપુરના ડેમ સહિતના જળાશયોમાં ક્રુઝ-હાઉસબોટ સાથે પ્રવાસન આકર્ષણ સર્જવામાં આવશે કે ટુરીઝમ જેટી વિકસાવવામાં આવશે.
(10:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
